Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
પુષ્ટિ શુદ્ધ સંવેગ રસ, જેહને ધ્યાને થાય છે
તે તીર્થેશ્વર પ્રણમીએ, મિથ્યામતિ સવિ જાય ૧લાખો આત્મામાં રહેલ એ જે વૈરાગ્ય રંગ જેહના ધ્યાનથી પ્રગટ થાય છે, અને આત્માની મિથ્થાબુદ્ધિ-અવળી બુદ્ધિ જેનાથી સર્વથા જાય છે, એવા આ ગિરિરાજને ભાવથી નમસ્કાર કરીએ. ૧ળા
સુરતરૂ સુરમણિ સુરગવી, સુરઘટ સમ જસ ધ્યાન !
તે તીર્થેશ્વર પ્રણમીએ, પ્રગટે શુદ્ધ સ્વભાવ ૧૮ખમા જેનું ધ્યાન, કલ્પવૃક્ષ, ચિંતામણિરત્ન, કામધેનુ અને કામકુંભથી પણ અધિક, મેળવી આપે છે. તેમ જ જેના ધ્યાનથી આત્માને શુદ્ધ સ્વભાવ પ્રગટ થાય છે, તેવા આ ગિરિરાજને ભાવથી નમન કરીએ. ૧૮ખા
સુરલોકે સુરસુંદરી, મળી મળી શકે છેક |
તે તીર્થેશ્વર પ્રણમીએ, ગાવે જેહના શ્લોક ૧લાખમાવો દેવલોકમાં, સુરસુંદરીઓ ઘણા સમૂહમાં ભેગી થઈને જેના ગુણગાન ગાય છે, તે તીર્થેશ્વરને ભાવથી નમસ્કાર કરે છેલલા
ગીર જસ દર્શને, ધ્યાને સમાધિ લીને !
તે તીર્થેશ્વર પ્રણમીએ, હુવા અનુભવ રસલીન રાખમાં પરમ પાવન ગિરિરાજના દર્શન થવા માત્રથી ચગીઓ પણ સમાધિમાં તલ્લીન થઈ જાય છે. અને આત્મ અનુભવ રસમાં મક્કમ થઈ જાય છે. એવા આ તીર્થરાજને ભાવથી નમીએ. આર.
માનું ગગને સૂર્ય શશી, દીયે પ્રદક્ષિણ નિત્ત
તે તીર્થેશ્વર પ્રણમીએ, મહિમા દેખણું ચિત્ત રાખમાળા કવિ કલ્પના કરે છે કે સૂર્ય અને ચંદ્ર આકાશમાં હંમેશાં ભ્રમણ કરે છે, તેથી એમ કેમ ન માનવું કે તેઓ આ મહિમાવાન્ ગિરિને જેવાના મનવાળા છે તેથી ભ્રમણ કરે છે. તેવા આ તીર્થેશ્વરને હે ભાગ્યશાળીઓ ! તમે પણ હંમેશાં પ્રણામ કરે. મારા
સુર અસુર નર કિન્નર, રહે છે જેની પાસ | તે તીથેશ્વર પ્રણમીએ, પામે લીલ વિલાસ પરરાખમાળા
(૧૬૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org