Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રીશત્રુંજય ગિરિરાજ દન
તન સરખું થયુ ત્યારે તેની ઉ૫૨ વિમાન સરખાં સુંદર મંદિરે કરવાનુ થયુ'. એમ કહે છે કે આ ખાડા પુરવામાં ૮૦ હજારનાં દેારડાં થયાં હતાં. પછી દહેરાસરાનુ કામ ક્રમપ્રાકાર ચાલ્યું. દહેરાસરા પૂર્ણ થતાં પ્રતિષ્ઠાના અવસર આવ્યેા. પણ ભાવનાશીલ શેઠ સ, ૧૮૯૨ના ભાદરવા સુદ ૧ના સ્વર્ગે સિધાવ્યા.
પૂર્વે કરેલી શેઠની ભલામણને અનુસાર સ'. ૧૮૯૩ના પોષ વદ ૧ ના સુરતથી સથ પાલીતાણા આવ્યેા. આ સંઘમાં આવન સંઘવીએ અને સવા લાખ જેટલા યાત્રાહુ હતા. આ બધાની જવાબદારી શેઠના મિત્ર અમરચંદ, દમણીયા અને ફુલચંદ સ્તુરચંદને શિરે હતી. તે બધી જવાખદારી ઉપાડતા હતા. ઉત્સવની શરૂઆત કરી. ૧૮ દિવસ ઓચ્છવ ચાલ્યા. ગામ ઝાંપે ચાખા મૂકળ્યા હતા. ત્યારે એક દિવસના ચાલીસ હજાર રૂપિયાના ખર્ચા થયા હતા. આ મહાત્સવ મૈાતીશા શેઠના પુત્ર ખીમચંદભાઇએ કર્યાં, મદિરની રચના
આ મેતીશા શેઠની ટ્રૂકની રચના નલિની ગુવિમાન જેવી લાગે. આખી ટ્રકને ફરત કોટ છે, કાટની ચારે દિશાએ ચાર કેાઠા છે. વચ્ચે બધા દેરાસર છે ને કેાટની રાંગે દેરીઆ છે.
મધ્યમાં મૂળ દેરાસર શ્રીઆદીશ્વર ભગવાનનું છે. તેની પ્રતિષ્ઠા સ’. ૧૮૯૩ના મહા વજ્ર ૨ નારાજ થઈ. તેમનુ જ બધાવેલુ સામે શ્રીપુંડરીકસ્વામીનું મંદિર છે. તેની પણ પ્રતિષ્ઠા સાથે જ થઈ છે.
શેઠ હડીભાઈ કેશરીસિહ અમદાવાદવાળાએ ધર્મનાથ ભગવાનનુ' દહેરાસર અધાવ્યું છે. વળી અમીચંદ દમણીનું અધાવેલું ધનાથ ભગવાનનું પણ મદિર છે. તે મંદિરના ગભારામાં રત્નના બે સાથીયા દીવાલે લગાવેલા ગભારામાં છે. તેએ શેઠના દીવાન કહેવાતા હતા. શેઠ પ્રતાપમલ જોયતાનુ' અંધાવેલું ચૌમુખજીનુ મંદિર છે. તે મેાતીશા શેઠના મામા થતા હતા. બીજી ચૌમુખજીનુ મદિર ધાલેરાવાળા શેઠ વીરચંદ ભાયચંદનુ અંધાવેલું છે, ઋષભદેવ ભગવાનનું દહેરાસર ઘેાઘાના પારેખ કીકાભાઈ ફૂલચંદનુ અંધાવેલું છે. માંગરોલવાળા નાનજી ચીનાઇનું અંધાવેલું ચૌમુખજી મહારાજનું મંદિર છે, આદીશ્વર ભગવાનનું અમદાવાદવાળા ગલાલભાઇનુ ખંધાવેલું દહેરાસર છે. પાટણવાળા શેઠ પ્રેમચંદ રણજીભાઇનું બંધાવેલું પદ્મપ્રભુનું દહેરાસર છે. સુરતવાળા શેઠ તારાચંદ નથ્થુનુ ખંધાવેલું પાર્શ્વનાથ ભગવાનનુ મંદિર છે. સુરતવાળા શેઠ ખુશાલચંદ તારાચંદનું ખંધાવેલું ગણધર પગલાનું દહેરાસર છે. મુંબઈવાળા શાહ જેઠાલાલ નવલશાહનું અંધાવેલુ' સહસ્રકુટનુ દહેરાસર છે. સંભવનાથ ભગવાનનું દહેરાસર શેઠ કરમચંદ પ્રેમચંદનું ખ'ધાવેલુ છે. શેઠ અમીચંદ દમણીના તેઓ કાકા થતા હતા. સુપાર્શ્વનાથ ભગવાનનું દહેરાસર ખ'ભાતવાળા પારેખ સ્વરુપચંદ હેમચંદનું ખધાવેલુ છે. પાટણવાળા જેચંદ ભાઈ પારેખનું બંધાવેલુ શ્રીમહાવીર પ્રભુનું દહેરાસર છે.
( ૧૪૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org