Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
કાર્તિકી પૂર્ણિમાના દિવસે વિમલાચલ પર એક ઉપવાસ વડે, બ્રાહ્મણ-સ્ત્રી-બાળકની હત્યાના પાપથી મનુષ્ય મુક્ત થાય છે. શુદ્ધ ચારિત્રના પ્રભાવ વડે શુદ્ધ એવા મુનિઓ આ તીર્થના પ્રભાવથી અહિયાં અનન્તા મુક્તિપદને પામેલા છે. વર્તમાનમાં પામે છે. અને ભવિષ્યમાં પણ પામશે. અન્ય તીર્થમાં યાત્રા કરવાથી, દાન દેવાથી, તપશ્ચર્યા કરવાથી, પૂજા કરવાથી જે પુણ્ય થાય છે, (તેથી અહિં કાર્તિકી પૂર્ણિમાની આરાધના કરનાર એવા દ્રાવિડ” અને વારિખિલ્લનું દષ્ટાન્ત બતાવે છે.)
આદિદેવ શ્રી આદિનાથ ભગવાને-ગઢષભદેવ ભગવાને ગૃહસ્થપણુમાં મનુષ્યને વ્યવહાર સારી રીતે ચાલે તે માટે, લેખનકળા, શિલ્પકળા, સ્ત્રીપુરુષનાં લક્ષણો વગેરે બધું બતાવ્યું, રાજ્ય વ્યવસ્થા સુદઢ કરી. સંયમ અંગીકાર કરતાં ૧૦૦ પુત્રને રાજ્ય વહેચી આપ્યું, તેમાં “દ્રવિડને મિથિલાનું રાજ્ય આપ્યું, તેણે પિતાના મોટા પુત્ર દ્રાવિડને મિથિલાનું રાજ્ય આપ્યું અને નાના પુત્ર વારિખિલ્લને લાખ ગામ આપ્યાં. એક બીજાએ પોતપિતાના પ્રદેશમાં આવતાં પરસ્પર રેડ્યા. આથી માંહોમાંહે ઝઘડો થયો અને યુદ્ધ ચઢયા, મંત્રીએ લડતાં બંધ કરવા, વનરાજી જેવાના બહાને દ્રાવિડને સુવશું તાપસના આશ્રમમાં લઈ ગયા. તાપસે આશીર્વાદ આપે. ધર્મોપદેશ આપ્યો ને કહ્યું કે તમારા પિતાજીએ જે સુવ્યવસ્થા કરી, તેને તમે ક્યાં આમ સત્યાનાશ કરવા બેઠા? દ્રાવિડે કહ્યું: ભરત બાહુબલી લડ્યા, તે પછી અમે કેમ ન લડીએ. તાપસ કહે તેતે ચક આયુધશાળામાં નહોતું આવતું માટે લડવા. તમને લડવું યોગ્ય નથી. તેથી લડવું બંધ કર્યું.
દ્વિવિડ–વારિખિલ્લનું ક્ષે જવું આ ઉપદેશથી મોટાભાઈએ નાનાભાઈને ખમાવ્યા, ને બને તાપસ બન્યા. આદીશ્વર ભગવાનનું ધ્યાન કરનારા થયા. આવા અવસરે નમિ વિનમિ વિદ્યાધર મુનિના પ્રશિષ્યો આકાશમાર્ગે પુંડરીકગિરિની યાત્રા કરવા જતા હતા, તે ત્યાં આવ્યા. ગિરિરાજને મહિમા વર્ણ, ઉપદેશ આપ્યું, અને સાધુપણું આપ્યું. તેમની સાથે મુંડરિકગિરિએ પધાર્યા, દશક્રોડ સાધુને તે બન્ને મુનિને પરિવાર હતે. ગિરિરાજની આરાધના કરી અને અંતે અનશન કરી કાર્તિક સુદ ૧૦ ના બધા પરિવાર સાથે કમખપાવી ગિરિરાજ ઉપર મેક્ષે ગયા.
કાર્તિક પૂર્ણિમાને મહિમા આ કારણથી કાર્તિક સુદ ૧૫ ના દિવસનો મહિમા છે. માટે કાર્તિક સુદ ૧પમે યાત્રાદિ કરી આદીશ્વર ભગવાન સન્મુખ ખમાસમણ વગેરે કરવું જોઈએ, આલંબન
શ. ૨૦,
(૧૫૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org