Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
૧૭૦ જિન
પાંચ મહાવિદેહમાં થઇને ૧૬૦ જિન અને પાંચ ભરત પાંચ એરવત એમ દશમાં દશ એટલે ૧૭૦ જિન થાય. તે પટની બે બાજુમાં એક બાજુ ચૌદરાજલેાક અને બીજી ખાન્તુ સમવસ આરસપાષાણુમાં તેમાં કારેલુ છે. તેની બીજી દીવાલે સિદ્ધ કારેલા છે, હવે પાછા ચાલેા સવાસેામની ટૂંકમાં. તેની દેરીએનાં દર્શન કરતાં બીજી ખારીએથી અહાર નીકળાય છે, ત્યાં છીપાવસહી આવે છે.
છીપાવસહી
ખરતરવસહીમાંથી બહારની બાજુમાં ઢાળાવ ઉપર છીપાવસહી ( ભાવસારની ટૂંક) આવેલી છે. આ ઢાળાવવાળા ચાકમાં જ પ્રાચીન અને ૩ અર્વાચીન મંદિરે છે. આ મંદિર ૧૪મી સદીમાં છીપાઓએ બંધાવેલું છે. તેથી છીપાવસહી તરીકે ખેલાય છે. ગિરિરાજ ઉપરના ઉત્તમ દિશ પૈકી નાજુક રચનાવાળું આ મદિર છે. આ મંદિરમાં અંદર પ્રદક્ષિણા દેવાય છે. તેમાં ભમતીમાં ૨૪ ગાખલા છે. અને આગલી ખાજુમાં ચાકીયાળુ છે. ચૈત્ય પરપાટીઓમાં ટોડરિવહાર તરીકે પરિચિત છે. એમ ડા. ઢાંકી કહે છે. આથી આની પુનઃ પ્રતિષ્ઠા સ. ૧૭૯૫ માં થઈ છે એવું માનવા બેસવુ પડે.
ગઢની રાંગને અડીને શ્રીશ્રેયાંસનાથ ભગવાનનું મંદિર છે. આના ચાકીયાળામાં સુંદર તારણ છે. આ પુરાણું મદિર છે.
શ્રીઅજિતશાંતિનાથની ડેરી
ઢોળાવ ઉપર અજિતનાથ અને શાંતિનાથ ભગવાનની દેરી જોડાજોડ આવેલી છે, પૂર્વકાળમાં આ દેરીએ સામ સામે હતી. એટલે એકમાં દર્શન કરતાં બીજા ભગવાનને પૂંઠ પડે. તેથી નીસેન ઋષિએ શ્રીઅજિતશાંતિસ્તવની રચના કરીને સ્તવના કરી, એટલે તે દેરીએ દેવતાઈ રીતિએ એક લાઇનમાં આવી ગઈ.
ગઢ નજીક સ. ૧૭૯૧ માં બંધાવેલુ ઋષભદેવ ભગવાનનુ અને સ. ૧૭૮૮ માં ખંધાવેલું શ્રેયાંસનાથ ભગવાનનુ, વળી સ. ૧૭૯૪માં શાહ હરખચંદ શિવચંદનું બંધાવેલું નેમિનાથ ભગવાનનું દેરાસર છે. ખાજુમાં પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. વળી એક છત્રીમાં પગલાં છે ને રાયણવૃક્ષ પણ છે. આ બધાં મિરામાં થઇને ૨૭ પ્રતિમાજીએ છે.
( ૧૪૧ )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org