Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
તબક્કો ત્રીજો
રતનપળ યાને દાદાની ટૂંક રતનપોળના દરવાજામાં થઈને એટલે પુંડરીક સ્વામીની નીચે થઈને પગથિયાં ચઢીને આગળ જવાય છે. આગળ ચાલતાં સ્નાત્ર મંડપ આવે છે. આ દાદાના મંદિરની આગળના ચેકમાં છે. આ ચોકમાં તળિયાનું આરસપાનનું કામ ધુલીઆ નિવાસી સખારામ દલ ભદાસે કરાવેલું છે. અને તે ચેકમાં ચાંદીનું સોનાથી રસેલું સિંહાસન શેઠ દેવકરણ મૂળજીએ મૂકેલું છે. તેમાં પ્રભુજીને પધરાવીને સ્નાત્ર ભણાવાય છે. પૂજા પણ ભણાવાય છે. મંડપમાં છયે કરવાને માટે લોખંડના પાઈપ વગેરે નાખીને ઢાંકણ, ખંભાતવાળા શેઠ પોપટલાલ અમરચંદે કરાવ્યું છે.
ત્યાંથી શ્રી આદીશ્વર દાદાના મંદિરમાં જવાય છે. ભરત મહારાજાથી માંડીને કરમાશા સુધી સેળ ઉદ્ધાર થયા છે. આ મંદિર (વર્તમાનકાલમાં છે તે) વિ. સં. ૧૨૧૩માં બાહડમંત્રીએ કરેલા ઉદ્ધારનું છે. પંદરમા અને સેળમા ઉદ્ધારમાં તેનું સમારકામ થયું છે, પણ મંદિર નવું બંધાયું નથી. પંદરમા, સેળમાં ઉદ્ધારમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની મૂર્તિ નવી ભરાવીને પ્રતિષ્ઠા કરી છે. વર્તમાનમાં પણ કરમાશાના ઉદ્ધારનો વિ. સં. ૧૫૮૭ને શિલાલેખ પ્રતિમા ઉપર વિદ્યમાન છે. દાદાનું પરિકર ત્યારે ન હતું. અત્યારે જે પરિકર છે તે અમદાવાદના શા. શાંતિદાસ વગેરેએ ભરાવેલું છે. તેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૭૦માં શ્રીવિજયદેવસૂરિ મહારાજે કરી છે.
દાદાનું મંદિર ભેંચતળિએથી બાવન હાથ ઊંચું છે. શિખરમાં ૧૨૪૫ કુંભ છે. એકવીસ સિંહોના વિજય ચિહ્ન શોભી રહયાં છે. ચાર દિશામાં ચાર ગિનીઓ છે. દશ દિપાલનાં પ્રતીકે એના રક્ષકપણાને ખ્યાલ આપી રહ્યાં છે. મંદિરની વિશાળતાને ખ્યાલ આપતી ગભારાની આસપાસ મંડપમાં બહેતર દેવકુલિકાઓની રચના છે. (જો કે રતનપોળના કેટને લાગીને તે અનેક દેરીઓ છે.) ચાર ગવાક્ષે એની ભવ્યતામાં વધારો કરે છે. બત્રીસ પૂતળીઓ અને બત્રીસ તેણે આ મંદિરને કળામય બનાવે છે. મંદિરને ટેકવી રાખતા કુલ્લે બહેતર આધાર સ્થંભે એની કળામય રચનાનું ભાન કરાવી રહ્યા છે. એવી સર્વાગ સુંદર રચના પાછળ પિતાની અનર્ગળ સંપત્તિ લગાડનાર કરમાશા પછી તેજપાળ સોની છે. સેળમાં ઉદ્ધારના કરતા કરમાશાના ઉદ્ધારવાળા અને બાહડમંત્રીને બનાવેલા આ મૂળમંદિરને “નંદીવર્ધન” એવું નામ અપાયું છે તેમ સં. ૧૬પ૦ના લેખમાં દેખાય છે.
ત્રણ શિલાલેખે વર્તમાનમાં દાદાના મંદિરમાં પ્રવેશ કરવાના સન્મુખના ચેકીયાળામાં અત્યારે ત્રણ શિલાલેખ છે. તે આ પ્રમાણે ૧-કરમાશાના ઉદ્ધાર માટે શિલાલેખ પેસતાં
(૧૨૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org