Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
એક વખત બપોરના સમયે કપડાં ધોઈને કપડાં અને ધકો લઈને ઘરે આવ્યો. તેને ભૂખ લાગી હતી. તેથી હાથ-પગ ધોઈને ભાભી પાસે ખાવાનું માગ્યું. ત્યારે રસાઈ તૈયાર થઈ નહોતી એટલે, તેણે ભાભીને કહ્યું કે બપોર થઈ તે રસેઈ થઈ નથી, મારે ખાવું છે. ઘરમાં રહીને રસોઈ પણ ટાઈમસર કરતાં નથી.
ભાભીએ ગુસ્સામાં કહ્યું કે “વારે થાય એમાં શું થઈ ગયું. આટલે પાવર કેની ઉપર કરે છે. તમારા ભાઈ કમાય છે. તમારે બેઠા બેઠા તાગડધિન્ના કરવા છે. બહુબળ હોય તે સિદ્ધગિરિ પર યાત્રાળુઓને હેરાન કરનાર “સિંહ” છે, તેને મારે તે જાણું કે તમે બહાદુર છે.”
ભાભીએ મારેલા મેણાથી તે પાવરમાં આવ્યો ને પ્રતિજ્ઞા કરી કે સિંહને મારી નાખું તે જ ઘરમાં પગ મૂકું.”
આથી ધોકે લઈને નીકળી પડે. તલાટીએ આવ્યો મિત્રોની વિદાય લીધી ને કહ્યું કે ઉપર જઈને સિંહને મારીશ એટલે “ઘટ વગાડીશ. ઘંટ વાગે ત્યારે તમારે જાણવું કે સિંહ મરાયે.
એમ કહીને ધકે લઈને ગિરિરાજ ઉપર ચઢવા માંડ્યો. ઉપર આવીને સિંહને . શોધવા લાગે. સિંહ તે એક ઝાડ નીચે નિરાંતે સૂતેલો હતો. સૂતેલાને ન મરાય, આથી અવાજ કરીને સિંહને જગાડો. સિંહ જેવું ઊંચું જોવા જાય છે કે તેના માથામાં એવો ધકે માર્યો કે, તે તરફડીને નીચે પડવી, બેભાન થઈ ગયા.
વિક્રમસી સિહ મર્યો એમ સમજી જેવો ઘંટ વગાડવા જાય છે, ત્યાં પાછળથી સિંહે ઝાપટ મારી. તે નીચે પડી ગયે, પણ ધોકે મારવાથી સિંહની ખોપરી તૂટી ગઈ હતી, તેથી સિંહ ત્યાંજ મરણ પામે. વિક્રમસી પણ સિંહના ઘાથી ઘવાયો હતો. વિક્રમસી વિચારે છે કે ઘંટ કેમ કરી વગાડ, તાકાત છે નહિ? પણ ઘા ઉપર ગમે તેમ કરી પાટે બાંધ્યું અને બધું પોતાનું બળ અજમાવીને ધીમે ધીમે ઊઠો અને જોરથી ઘંટ વગાડશે. વિક્રમસી મરી ગયે.
વિકમસીના ઉપર આવવાથી લોકે પણ ઉપર આવ્યા હતા, પણ ઘણું જ દૂર રહ્યા હતા. આથી ઘંટનો અવાજ સાંભળતાં બધા આવ્યા ત્યારે, એક બાજુ સિંહ મરેલો પડયો હતે ને બીજી બાજુ વિકમસી મરેલો પડ્યો હતો.
વિકમસીએ પિતાના પ્રાણના ભોગે યાત્રા ખૂલી કરી. તેની યાદમાં લીમડાના ઝાડ નીચે તેને પાળીએ આજે પણ વિદ્યમાન છે.
શ, ૧૬
(૧૨૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org