Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
ઈમ ની સુણીને તીહાં આવીયા રે લાલ, ઘાતી કરમ કર્યા દુર તમ વારી રે; પંચક્રોડ મુનિ પરિવર્યા રે લાલ, હુઆ સિદ્ધિ હજુર ભવ વારી રે, એક ચિત્રી પુનમ દિન કીજીએ રે લાલ, પૂજા વિવિધ પ્રકાર દિલ ધારી રે; ફળ પ્રદક્ષિણા કાઉસગ્ગી રે લાલ, લોગસ્સ થઈ નમુક્કાર નરનારી રે, એક08ા દશ વીશ ત્રીશ ચાલીશ ભલાં રે લાલ, પચાસ પુષ્પની માલ અતિ સારી રે, નરભવ લાહો લીજીએ રે લોલ, જેમ હોય જ્ઞાન વિશાલ મનોહારી રે. એક
થાય પુંડરીક મંડન પાય પ્રણમીજે, આદીશ્વર જિનચંદાજી, નેમ વિના ત્રેવીસ તીર્થંકર ગિરિ ચઢિયા આનંદાજી; આગમમાંહે પુંડરીક મહીમા, ભાખ્ય જ્ઞાન દિનંદાજી,
ચિત્રી પુનમદિન દેવી ચકેશ્વરી, સૌભાગ્ય દો સુખ કંદાજી ૧ કેટલાક અણસમજુ માણસો દાદાની ટ્રકને નવમી ટ્રકમાં લઈ જાય છે, તે તેમનું અણસમજણપણું છે. ખરેખર તે બીજી બધી ટ્રકે એ તે દાદાની ટ્રકના પરિવારરૂપે છે. આ ગિરિરાજ ઉપર પૂર્વાચાર્યોએ કઈ તેવા પ્રબલ કારણોના આધારે આ સ્થાનને મૂળ ટ્રક તરીકે સ્વીકારી છે. વર્તમાનમાં પણ જે જોઈએ તે સગાળપળથી માંડીને રતનપળને છેડા સુધીને જે વિસ્તાર છે તે એ સરસ વિસ્તાર છે કે બીજે તે વિસ્તાર બની શકે તેવું નથી. આથી પણ માનવું જ પડે કે આવા કઈ પ્રબલ કારણેના આધારે આ જ સ્થાન મુખ્ય બને. આથી આ સ્થાનને મુખ્યતા આપેલી છે.
સગાળપળની નજીકમાં મેતીશાની ટૂક આવે પણ નવકના ક્રમમાં ખરતરવસહીચૌમુખજીની ટૂક સવા સામજીની ટૂકથી વર્ણન શરૂ કરાય છે. આથી તે લઈને અત્રે પણ વર્ણન લઈએ છીએ. પૂર્વ પ્રણાલિકાની અપેક્ષાએ (પૂર્વેના બીજા પુસ્તકોના હિસાબે) પણ ત્યાંથી વર્ણન કરવું ઠીક લાગે છે. તેથી હવે સવાસોમજીની ટૂક. નવ ટૂકની બારીએથી વર્ણન શરૂ કરીએ છીએ.
તબક્કો થે
નવ ટૂંક આગળ જે હનુમાનધારા જણાવી છે, ત્યાંથી બીજે રર નવટૂક તરફ જાય છે. એટલે બીજા રસ્તેથી ચઢવા માંડીએ એટલે આગળ નવટૂકની બારી આવે છે. ત્યાં પેસતાં આપણા ડાબા હાથે આગળ જતાં અંગારશા પીરનું સ્થાન આવે છે.
(૧૩૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org