Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
સમરાશા અને તેમનાં સુપત્ની આગળ દર્શન કરતાં ચાલતાં એક દેરીના ગેખલામાં શ્રાવક શ્રાવિકાની ઊભી મૂર્તિ છે. આ સમરાશા અને તેમની સુપત્નીનું દ્રશ્ય છે. જેમણે ગિરિરાજનો પંદરમો ઉદ્ધાર કર્યો હતો.
દેરીઓમાં પ્રભુજીનાં દર્શન કરતાં આગળ ચાલતાં ૧૪ રતનનું દહેરાસર આવે છે. આ દહેરાસર એવી પદ્ધતિએ બાંધવામાં આવ્યું છે કે ગભારામાં અને રંગમંડપમાં થઈને ૧૪ પ્રતિમાજી છે. આથી આ દહેરાસર ચૌઢ રતનનું દહેરાસર કહેવાય છે. ત્યાં દર્શન કરી આગળ જઈએ અને જ્યાં બીજી પ્રદક્ષિણ પૂર્ણ થવા આવે છે ત્યાં એક દેરી ખોલીને રતે બનાવ્યું છે. ત્યાંથી પાછળ અંદર નવી ટ્રકમાં જવાય છે.
નવી ટૂંક આ નવી ટ્રક જે બાંધી તેમાં રતનપોળમાંથી જુદા જુદા રથાનમાંથી ઉત્થાપન કરેલા જે લગભગ ૫૦૦ પ્રતિમાજી હતાં. તેમાંનાં પ્રતિમાજી મહારાજ બિરાજમાન કરવામાં આવ્યાં છે. બાકી રહેલાં થોડા પ્રતિમાજીઓ દાદાના મંદિર ઉપર અને અન્ય સ્થળોએ પ્રતિષ્ઠિત કર્યા છે.
નવી ટૂકની રચના આ ટ્રકમાં મધ્યમાં મુખ્ય મંદિર શિખરબદ્ધ બનાવી પદ્ધતિસરની ટ્રક બાંધી છે. આમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન છે, પ્રતિષ્ઠા સંવત ૨૦૩૨ માં થઈ છે. (આ ટ્રકની પ્રતિષ્ઠાને જે શિલાલેખ કર્યો છે, તે અનેક ક્ષતિઓવાળે છે) આ ટ્રકની પ્રતિઠામાં ભિન્નભિન્ન ગચ્છના પૂ. આચાર્યો મ. વગેરે હતા.
ત્યાં દર્શન કરીને બહાર આવી આગળ ચાલતાં એક ગોખલે એ આવે છે કે ત્યાં ૨૪ તીર્થકરોની માતા પુત્રો(તીર્થકરે)ને ખોળામાં લીધેલી છે. આ પણ આરસની જ કરણી છે. આગળ ચાલતાં છેલે ગંધારીયાનું દહેરાસર આવે છે.
ગધારીયા ચૌમુખજી આ દહેરાસર રામજી ગંધારીયાએ સં. ૧૬૨૦ ના કારતક સુદ ૨ ના દિવસે બંધાવ્યું છે. તેમાં ચૌમુખજી મહારાજ બિરાજમાન છે. દેરાસરની ચારે બાજુએ ચાર ચોકીયાળાં છે. તે ચારે ચેકીયાળામાં ત્રણ ત્રણ દરવાજા છે. તે આખુયે મંદિર અને ઉપરને ભાગ મનહર છે. ચેકીયાળાં વગેરે બધુએ ઉપર છે. તેમાં પણ પ્રતિમાજીઓ છે, કળાની અપેક્ષાએ શિલ્પીએ એક નમૂના જેવું આ દેરાસર બાંધ્યું છે. મૂળ ગભારે ચારે ભગવંતે
(૧૩૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org