Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દશન
બાજૂમાં શેઠ દેવચંદ કલ્યાણચંદ સુરતવાળાએ બંધાવેલું ત્રણ શિખરવાળું મંદિર છે. તેમાં મૂળનાયક શ્રીસુમતિનાથ ભગવાન છે. મોતીશા શેઠની ટૂંક પહેલાં આ મંદિરે થયાં છે. તેથી એમ કલ્પી શકાય કે કુતાસારની જે ખીણ હતી તેની ધાર પર આ બે મંદિર બંધાવ્યાં હશે. તેની પછી બગીચે અને મોતીશાની ટૂંક આવે છે. (તેનું વર્ણન નવ ટૂંકમાં કરશું.) આગળ જવાને રસ્તે છે. મોતીશા શેઠની ટૂંકને લાગીને કુંડ આવે છે. તે કુંડ ઉપર મેતીશાની ટૂંકની દીવાલને લાગીને કુંતાસાર દેવીને ગેખલો છે. રામપળની અંદર જે ચેક છે. ત્યાં ડેલીવાળાઓ, વગેરે બેસે છે, આરામ કરે છે.
સગાળપોળ ત્યાંથી થોડા પગથિયાં ચઢીએ એટલે સગાળપળનો દરવાજો છે. દરવાજાની ડાબી બાજુએ ગેસ્ટ હાઉસ છે. “સગાળપળને દરવાજો જિર્ણ થતાં શોભાયમાન ન બંધાવ્યો છે. દરવાજાની અંદર યાત્રાળુઓને પૂજાના સાધન સિવાયને, વધારાને સામાન મુકાય છે. ત્યાં પહેરેગીર કાયમ રહે છે. અંદર આવીએ એટલે નાંઘકુંડ આવે છે.
રસ્તાની એક બાજુએ ઓફિસ છે. ગિરિરાજ ઉપરને જવાબદાર મેનેજર ત્યાં બેસે છે. તથા ત્યાં કામચલાઉ પેઢી પણ છે. બીજી બાજુએ કેશવજી નાયકની ટૂંક આવે છે. તેને બીજે દરવાજે વાઘણપોળમાં પડે છે. ઓફિસની બાજુમાં પૂજારી વગેરેને રહેવાના સ્થાનરૂપ ઓરડીઓ બાંધેલી છે. આ “દેલા ખાડી”ના નામથી ઓળખાય છે.
વાઘણપોળ ઉપર ડાં પગથિયાં ચઢીએ એટલે “વાઘણપોળનો દરવાજો આવે છે. તેની એક બાજુએ રક્ષકનું બાવલું આવે છે, અને બીજી બાજુએ વાઘ છે. વાઘના તેવા કોઈ કારણથી આ “વાઘણપોળ” કહેવાય છે. વાઘની બાજુમાં હનુમાનજીની મૂર્તિવાળી દેરી છે.
વ્યાધ્રપતોલી ખોદ કામ કરતાં વિ. સં. ૧૨૮૮ને વસ્તુપાલ તેજપાલને કાળા પથ્થરને શિલાલેખ જે નિકળે, તે વાઘણપોળના દરવાજામાં તેની દીવાલ પર લગાવ્યું છે. વાઘણપોળને દરવાજે નવેસરથી નવો બનાવે છે.
વાઘણપોળની અંદર પ્રવેશ કરતાં મંદિરને વિશાળ સમુદાય દષ્ટિગોચર થાય છે. આ સારીએ ટૂંક આજે “વિમલવસહી'ના નામથી ઓળખાય છે. વાઘેલા યુગમાં વાઘણ
(૧૧૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org