Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રીશત્રુંજય મહાતીના ઉદ્ધારા
સર્વ દેશેામાંથી આવેલા શ્રાવકાને વસાવ્યા હતા. અનેક શ્રીજિનમદિરા બધાવ્યાં હતાં. આ રીતે જીવનમાં ઘણાં સત્કાર્યમાં પેાતાની મળેલ લક્ષ્મીના સદૃવ્યય કર્યા હતા. અંતે ધનુ' આરાધન કરતાં તે સમાધિપૂર્વક મૃત્યુ પામી સ્વર્ગલોકમાં ગયા.
મહાવિષમ કાળમાં પણ તેમણે તીર્થના ઉદ્ધાર કરાવ્યા. તે તેમનામાં રહેલી શાસનધગશની ખાસ વિશેષતા તરી આવે છે.
(૪) ઉદ્ધાર સાળમાં કરમાશાના (સ', ૧૫૮૭)
મેવાડ દેશમાં ચિતાડ નગરમાં સ'ગ્રામસિહ મહારાણા હતા, તે બળવાન હતા. તેમની પાસે ત્રણ લાખ તેા અશ્વો હતા. જેવા ખળવાન હતા તેવા ગુણવાન, ધૈર્યવાન, દયાળુ હતા. તેમની વિભૂતિ જોઇને લોકો તેમને ચક્રવતી સમાન માનતા હતા.
તે નગરીમાં ઓશવાલ વશના જૈનધમી આમરાજા થઈ ગયા હતા, તેમના વંશમાં રામદેવ પછી તેમના પુત્ર લક્ષ્મીસિંહ, તેમના પુત્ર ભુવનપાલ, તેમના પુત્ર ભેાજરાજ, તેમના પુત્ર નરસિંહ અને તેમના પુત્ર તેાલશા તે વખતે ચિતોડમાં વસતા હતા.
સંગ્રામસિ’હ મહારાણાને તેાલાશા ઘણા પ્રિય હતા. તે પાતાનું પ્રધાનપણું તાલાશાને આપવા માગતા હતા, પણ તેાલાશા પ્રધાનપણુ લેવા તૈયાર ન થયા તેથી રાજાએ શ્રષ્ટિપઢ આપ્યું.
તેાલાશા ન્યાયી, વિનયી, જ્ઞાની, ધનવાન અને સ્વમાની હતા. તેમને લીલુ નામની પત્ની હતી. તેનાથી તેમને પાંચ પુત્રા થયા હતા. રત્નશા, પામાશા, દશરથ, ભેાજ અને કરમાશા. પાંચે ભાઈ એ બળવાન અને પરાક્રમી હતા. તેમાં સૌથી નાના કરમાશા બધા કરતાં બુદ્ધિ, બળ, સૌ'ય, ગભીરતા, ઉદારતા, વગેરેમાં વિશેષ ગુણવાળા હતા. તેથી કરમાશાની ખ્યાતિ વિશેષ હતી.
એક વખત શ્રીધર્મરત્નસૂરિજી મહારાજની નિશ્રામાં નિકળેલા ધનરાજના સંધ તીર્થો વગેરેની ચાત્રા કરતા ચિતાડ આબ્યા, ત્યારે સંગ્રામસિંહ રાણા, તાલાશા શ્રેષ્ઠિ વગેરેએ સંધનું સુંદર સામૈયુ` કરી સન્માન કર્યું.
પુત્રા વગેરેના પરિવાર સાથે તેાલાશા ગુરુ મહારાજની દેશના સાંભળે છે, એ જ વખતે સમય જોઈ ને તાલાશાએ આચાર્ય મહારાજને પ્રશ્ન કર્યો કે “ મે જે કા વિચાર્યું છે તે કાર્ય સફળ થશે કે નહિ ?
*
· મંત્રી વસ્તુપાલ શ્રીશત્ર‘જય તીર્થોં ઉપર સંઘ લઈને આવ્યા હતા. મૂળનાયક ભગવંતના સ્નાત્ર મહેાત્સવ ચાલી રહ્યો હતા, તે વખતે ખીન અનેક શહેરાના સધા આવેલા હતા. તેથી માણસાની ભીડ
( ૮૭ )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org