Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
મીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
દ્રાવિડ અને વારિખલ મુનિએ પ્રભુના ધ્યાનમાં લીન થઈ અંતે માસિક સ`લેખના કરીને દશકોડ મુનિએ સાથે ‘કાતકી પૂર્ણિમાને ' દિવસે માક્ષે ગયા. આથી કાર્તિકી પૂર્ણિમાના મહિમાના દિવસ થયા તે જણાવનારી આ દેરી છે.
૩. અતિમુક્તક મુનિ
પેાઢાલપુરમાં વિજયરાજાની શ્રીમતી રાણીના અતિમુક્તકકુમાર હતા. છ વર્ષની ઉમરે મહાવીર ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરી હતી. એક વખત ગામ મહાર સાધુઓ સાથે દિશાએ-જગલ જવા ગયા હતા. કરાએને કાગળની નાવડી તરાવતાં જોઈ ખાળસ્વભાવથી કાછલીને પાણીમાં તરાવવા લાગ્યા. સાધુઓએ જોયા. એટલે કહ્યું કે આતે અકાયની વિરાધના કરી. બહુ પાપ લાગ્યું. તેની આલેચના કરતાં પ્રભુ પાસે ઈરિયાવહી કરતાં ‘ પણુગદગ' પટ્ટના ધ્યાનમાં ક્ષપકશ્રેણીએ ચઢીને કેવળી થયા. ક્રમે આ ગિરિરાજ પર માક્ષે ગયા.
૪. નારદમુનિ
તેમના સ્વભાવ કજિયા પ્રિય, પણ બ્રહ્મચર્યંમાં અડગ. દ્વારકા નગરી અને યાદવાના નાશના સમાચાર જાણીને તેમના આત્મા કકળી ઉઠયો. પોતાની અવિરતિાની નિંદા કરતા તેમણે અનશન કર્યુ. શુકલધ્યાનની ધારાએ ચઢથા, ક્ષપકશ્રેણી માંડી, કેવળજ્ઞાન પામી મેાક્ષે ગયા. આવી રીતે અવસર્પિણીમાં એકાણુ લાખ મુનિ સાથે નારદમુનિ સિદ્ધિ પદને આ ગિરિરાજ
પર પામ્યા.
ઉપર જણાવી ગયેલી તે દેરી સહિતના ચાતરા પર દ્રાવિડ વારિખિલ્લના કા. સુ. ૧પના મેાક્ષ મહિમા બતાવવા તે દિવસે ત્યાં તાંસા વાગે છે.
જીના રસ્તે એક વિસામે શેઠ હઠીસીંગ કેસરીસંગે ખ'ધાવેલા છે. મુંબાઈવાળા સુરતી માસ્તર : તલકચંદ માણેકચંદ તરફથી ત્યાં પરખ હતી. આગળ ચાલતાં હીરાબાઈ ના કુંડ આવે છે. તેનાથી આગળ ચાલતાં ખાવળ કુંડ આવે છે. આ કુંડ સુરતવાળા ભુખણદાસે અધાવ્યા છે. આને ભુખણુદાસના કુડડ પણ કહે છે, અહીં પાણીની પરબ પણ છે. ત્યાંથી આગળ ચાલતાં આગળ એટલા પર એક દેરી આવે છે. તેમાં ૧. રામ, ૨. ભરત ૩. ચાવચ્ચા, ૪. શુરિવ્રાજક અને પુ. શૈલકાચાય એમ પાંચ મૂર્તિએ ઊભી છે.
૧-૨ ૨ામ ભરત
રામ અને ભરત દશરથ રાજાના પુત્ર હતા. તેઓએ ગુરુમહારાજ પાસે પેાતાને પૂર્વભવ સાંભળ્યેા. એટલે વૈરાગ્ય જાગ્યા. દીક્ષા અંગીકાર કરી શ્રીશત્રુ જય ગિરિરાજ પર અનશન કરી, ક્રોડમુનિ સાથે માક્ષે ગયા.
( ૧૦૯ )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org