Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દશન છે. નીચલા ભાગમાં ડમરૂધારી બે મૂતિઓ અને બે ચારધારી મૂતિએ કરેલી છે. વળી જમણી બાજુ હનુમાનજી છે. બહાર શ્રીમાણીભદ્રવીરની મૂર્તિ પણ છે. વચમાં એક મોટે કુંડ પણ બાંધેલો છે. કુંડની ચારે બાજુએ ક્રમે શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી આદીશ્વર ભગવાન, શ્રીગૌતમસ્વામીજી અને શ્રી વિજયધર્મસૂરિનાં પગલાં છે. અહીંથી નગર તરફ જતાં ગિરિરાજને રસ્તો અને ગામની નયનરમ્ય સુંદરતા દશ્યમાન થાય છે.
ધીરે ધીરે ચઢતાં, આગળ સપાટ સીધો માર્ગે ચાલવાને આવે છે. આગળ ચાલતાં ગિરિરાજ પરનું શિખર વગેરે દેખાય છે.
આગળ ઊંચા ઓટલા પર શ્યામ રંગની ચાર ઊભી સ્મૃતિવાળી દેરી આવે છે. તેમાં ૧ પ્રાવિડ, ૨ વારિખિલ્લ, ૩ અતિમુક્તક, અને ૪. નારદજીની મૂર્તિઓ છે.
૧-૨ દ્રાવિડ ને વારિખિલ શ્રીનષભદેવ ભગવાનને દ્રવિડ નામને પુત્ર હતો. તેના દ્રાવિડ અને વારિખિલ્લ નામના બે પુત્રો થયા. પિતાએ મિથિલાનું રાજ્ય દ્રાવિડને આપ્યું અને વારિખિલ્લને લાખગામ આપી પોતે દીક્ષા દીધી. બન્ને ભાઈઓ રાજ્યને માટે એક બીજા સાથે યુધ્ધ ચઢથા. આ લડાઈમાં કરોડે મનુષ્યને સંહાર થયે. દ્રાવિડને એક વખત સુવલગુ તાપસના આશ્રમે જવાનું થયું. તાપસે ઉપદેશ આપીને રાજાને પ્રતિબધ્ધો, તે વારિખિલ પાસે જઈને તેને ખમાવ્યું. રાજાએ વ્રત લેવાની વાત કરી એટલે બને ભાઈઓએ વ્રત લીધુ, તાપસ થયા, પુત્રને ગાદી સેંપી, કંદમૂળ ખાનારા અને પ્રભુનું ધ્યાન ધરનારા તાપસ થયા. એમ લાખો વરસ વીત્યાં.
વિદ્યાધર મુનિ સાથે ગિરિરાજ પર એક વખત બે વિદ્યાધર મુનિઓ ત્યાં આવ્યા. તેમને પૂછ્યું કે તમે કયાં જાવ છે? મુનિઓએ સિદ્ધગિરિરાજની યાત્રાએ જઈએ છીએ એમ કહ્યું અને શ્રી શત્રુંજય તીર્થનો મહિમા વર્ણવ્યો. ઉપદેશ આપીને સાધુપણું આપ્યું, તેઓ મુનિઓ સાથે શ્રી શત્રુંજય ગિરિરાજની યાત્રાએ ચાલ્યા. શ્રીષભદેવ ભગવાનના ગુણગાન ગાતાં અતિઆનંદથી યાત્રા કરી ખૂબ આનંદ પામ્યા.
વિદ્યાધર મુનિઓએ ઉપદેશ આપ્યો કે “અશુભધ્યાનથી નરક સુધીના, બાંધેલાં કર્મો આ ગિરિરાજની આરાધનાના પ્રતાપે નાશ પામે છે અને કર્મને ક્ષય કરીને મેસે જવાય છે. માટે આ ગિરિની આરાધના કરે.” વિદ્યાધરમુનિઓ ઉપદેશ આપી ચાલ્યા ગયા.
(૧૦૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org