Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર
પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવતાં હજારે માણસો, હાથી, ઘોડા, રથ, ગાડાં, વગેરેમાં બેસીને આવવા લાગ્યા. શ્રીવિદ્યામંડનસૂરિજી આદિ સેંકડે આચાર્ય મહારાજ, હજારે સાધુ, સાધ્વીજીએ સ્થાનિક સંઘની સાથે પ્રયાણ કરી પાલીતાણા પધારતાં કરમાશાએ સૌને યથાયોગ્ય સામૈયાપૂર્વક પ્રવેશ કરાવી ઉતારા વગેરેની સુંદર સગવડ સાચવી.
આમ પ્રતિષ્ઠાના પ્રસંગ ઉપર લાખો માણસો આવી પહોંચ્યા. ગિરિરાજની નીચેની વિશાળ જગ્યા પણ સાંકડી થઈ ગઈ, પરંતુ કરમાશાનું નાનું હૃદય અતિ વિસ્તૃત બનતું ગયું. આવેલા સંઘ માટે ભોજન-પાણી, નાસ્તે, રહેઠાણ, વસ્ત્ર, ગાદલાં વગેરેનો સુંદર બંદેબસ્ત અગાઉથી રાખવામાં આવ્યો હતો, આથી કેઈને કોઈ પણ જાતની મુશ્કેલી પડી નહિ.
નિધનથી માંડી ધનવાન, નાનાથી માંડી વૃદ્ધ પર્યત સઘળાં જન પૂર્ણ પ્રસન્ન હતાં. શોધતાં પણ એ કોઈ માણસ ને મળે કે જે કરમાશા પ્રત્યે નારાજ હોય.
કરમાશાની પ્રસન્નતા જોઈ યાચક વધુ માંગણી કરતા, જ્યારે કરમાશા તેની માંગણી કરતાં પણ અધિક આપતા હતા આથી તેમનું દાન વચનાતીત કહેવાયું હતું. . સ્થાને સ્થાને મોટા મોટા મંડપ બંધાવેલા તે બધા કિંમતી ચંદરવા, ગાલીચા, તરણ વગેરેથી સુશોભિત બનાવવામાં આવ્યા હતાં. આખું જગત જાણે મહોત્સવ રૂપ ન હોય તેમ જણાતું હતું. મહત્સવના દિવસે ક્ષણની જેમ પસાર થઈ જવા માંડ્યા. જળયાત્રાને મહત્સવ પણ ભરત મહારાજાના મહોત્સવને યાદ કરાવતો.
પ્રતિષ્ઠા અંગેની બધી વિધિઓ થઈ ગયા બાદ વૈશાખ વદી-૬ રવિવારે શ્રવણ નક્ષત્રમાં શુભ મુહૂર્ત આવતાં શ્રી આદીશ્વર ભગવંત, શ્રી પુંડરીકસ્વામિની મંગલકારી પ્રતિષ્ઠા કરવામાં આવી અને તે જ સમયે બીજાં મંદિરોમાં પણ મૂર્તિઓની પ્રતિષ્ઠા તથા શિખરે ઉપર કળશ તથા વિજા ચડાવવામાં આવી. મુખ્ય મંદિર ઉપર રત્નજડિત સોનાનો કળશ અને રત્નજડિત સોનાને ધ્વજાદંડ તથા રેશમી ધ્વજા ચઢાવવામાં આવી, તે વખતે સંઘને હર્ષ એટલે બધો હતો કે તેનું માપ કાઢવું મુશ્કેલ હતું.
શ્રી આદીશ્વર ભગવંતની મૂર્તિ ઉપરને લેખ ૩% | સંવત ૧૫૮૭ વર્ષ, શાકે ૧૪પ૩ પ્રવર્તમાને વૈશાખ વદ-૬ રવી શ્રીચિત્રકૂટવાસ્તવ્યશ્રીઓસવાલ જ્ઞાતીય વૃદ્ધ શાખાયાં દ. નરસિંહ સુત તેલા ભાર્યા બાઈ લીલુ પુત્ર ૬ દે. રત્ના ભાર્યા રજમલદે પુત્ર શ્રીરંગ દે. જેમાં
(૯૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org