Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રી શત્રુજ્ય મહાતીર્થના ઉદ્ધારે
આ સાંભળીને બાદશાહે કહ્યું કે, “હે શાહ ! તમારી જે ઈચ્છા હોય તે નિઃશંક થઈને પૂર્ણ કરે, તે માટે હું તમને ફરમાન આપું છું, જેથી તમારા કાર્યમાં કોઈપણ માણસ કોઈપણ જાતનું વિધ્ધ કે અટકાયત કરી શકશે. નહિ.” આમ કહીને તુરત બાદશાહે શાહી ફરમાન લખી આપ્યું, તે ફરમાન લઈને સારા મુહૂતે કરમાશાએ ત્યાંથી (ચાંપા નેરથી) પ્રયાણ કર્યું. તે વખતે સારૂ વાતાવરણ વાજીંત્રના ઘોષથી ગાજી ઉઠયું, પ્રમાણમાં શુકને પણ સારા થવા લાગ્યા. તે જોઈને કરમાશાને ખૂબ આનંદ થયો.
રસ્તામાં ભાટ-ચારણ વગેરે તેમના યશગાન કરતા હતા. તેમને ધન વગેરે છૂટથી દાનમાં આપતા હતા. અનેક સાધમિક સાથે રથમાં આરૂઢ થઈ કસર શ્રી શત્રુંજય તરફ આગળ જવા લાગ્યા.
માર્ગમાં જ્યાં જ્યાં જિનમંદિર આવે ત્યાં સ્નાત્ર મહોત્સવ અને ધ્વજારોપણ કરતા. ઉપાશ્રયમાં જૈન સાધુ મહારાજ હોય તો દર્શન-વંદન કરતા તથા વસ્ત્રપાત્રાદિકનો લાભ લેતા.
રસ્તામાં દીન-અનાથ વગેરેને દાન વગેરે આપતા, માછીમારો મળે તેને મેં માગ્યું ધન આપી જીવહિંસા છોડાવતા. ખંભાત આવ્યા. ખંભાતના સંઘે કરમાશાનું ભવ્ય સ્વાગત કર્યું. સંઘ વગેરે સાથે શ્રીસ્થંભન પાર્શ્વનાથ તથા શ્રી સીમંધર સ્વામી મંદિરે દર્શનાદિ કરી ઉપાશ્રયમાં આવ્યા. શ્રીવિનયમંડન પાઠકને હર્ષપૂર્વક વંદના કરી સુખશાતા પૂછી અને બધી વાત કરી.
પાકવરે કહ્યું કે, “કરમાશા ! હવે શું કરવું તે તમે સારી રીતે જાણો છો. અમારે તે એટલું જ કહેવું છે કે સારા કામમાં વિલંબ કરો નહિ, અવસરે અમારું કર્તવ્ય પણ અમે બજાવશું, શુભ કાર્યમાં કોણ ઉપેક્ષા કરે ?” પછી શ્રીસંઘસાથે ગુરુ મહારાજને વદન કરી ખંભાતથી નીકળી પાંચ છ દિવસમાં તે બધા સિદ્ધાચલજી આવી પહોંચ્યા, ગિરિરાજને સોના ચાંદીના ફુલડે, પુષ્પો અને શ્રીફળ વગેરેથી વધા, યાચકવર્ગને દાન આપી ખુશ કર્યા.
માણસો, કારીગરો વગેરેને ઉપર જવા આવવામાં સુગમતા રહે એટલે સિદ્ધાચલ જીની તલાટી-આદપર મુકામ ર્યો.
કેટલાક સમય પછી શ્રીવિનયમંડન પાઠક, સાધ્વીજી મહારાજ આદિ ઘણા પરિવાર સાથે પાલીતાણું પધાર્યા. કરમાશાએ ખુબ ઠાઠમાઠથી નગર પ્રવેશ કરાવ્યો. ગુરુમહારાજના પધારવાથી ખુબ આનંદ થયે.
(૯૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org