Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રી શત્રુંજય મહાતીથના ઉદ્ધાર પ્રાપ્તિ થઈ હતી. શાહજાદા બહાદુરખાને પણ કરમાશાની દુકાનેથી ઘણું કાપડ ખરીદું. તેથી કરમાશાને શાહજાદાની સાથે સારી મિત્રતા થઈ ગઈ.
એક દિવસ રાત્રિમાં કરમાશા ઊંઘતા હતા, ત્યારે સ્વપ્નામાં ગોત્રદેવીએ આવીને કહ્યું, કે “આ શાહજાદાથી તારી ઈષ્ટ સિદ્ધ થશે.”
બીજે દિવસેથી કરમાશા, શાહજાદાનું ખૂબ સંભાળપૂર્વક ખાન પાન, મીઠાં વચન વગેરેથી સન્માન કરવા લાગ્યા.
બહાદુરખાન પાસેથી બધી રકમ જ્યારે ખર્ચાઈ ગઈ, ત્યારે કરમાશાએ એક લાખ રૂપિયા કોઈપણ જાતની શરત કે લખાણ કર્યા વગર આપ્યા. આથી શાહજાદો ખૂબ પ્રસન્ન થઈ ગયું અને કહ્યું કે હે ઉત્તમ મિત્ર ! જિંદગી સુધી આ તારે ઉપકાર ભૂલી શકું તેમ નથી.” અર્થાત્ જિંદગી સુધી તારે ઉપકાર ભૂલીશ નહિ.
કરમાશાએ કહ્યું, કે આપ આવું ન બોલે. આપ તે અમારા માલિક છે. અમે આપના સેવક છીએ. કેવળ એટલી અરજ છે કે કઈ કઈ વખત આ સેવકને યાદ કરજો અને આપને રાજ્ય મળે ત્યારે શ્રી શત્રુંજય તીર્થને ઉદ્ધાર કરવાની મારી પ્રબળ ઉત્કંઠા છે, તે પૂરી કરવા દેજો.” . શાહજાદાએ વચન આપ્યું, કે “જરૂર તારી ઈચ્છા હું પૂર્ણ કરીશ, અને જે કંઈ સહાયની જરૂર હશે તે હું પૂરી પાડીશ.” એમ કહી અનુમતિ લઈ ત્યાંથી નીકળી ગયો.
આ બાજુ ગુજરાતમાં મુજફરખાનનું મૃત્યુ થયું. તેની જગ્યાએ સિકંદર બેઠે, તે નીતિવાન હતો પરંતુ દુર્જનેએ તેને થોડા જ દિવસમાં મારી નાંખે. આ સમાચાર જ્યારે બહાદુરખાને સાંભળ્યા ત્યારે તે એકદમ ગુજરાત તરફ આવ્યો, અને ચાંપાનેર પહોંચ્યો. ત્યાં ઈમાદુલમુકને પકડીને મારી નાંખે. ચાંપાનેરની ગાદી ઉપર વિ. સં. ૧૫૮૩ ના ભાદરવા સુદ-૨ ગુરૂવારને દિવસે તેને રાજ્યાભિષેક થયે. તે બહાદુરશાહ નામ ધારણ કરીને ગાદી ઉપર બેઠે.
રાજ્ય ગાદી ઉપર આવીને બહાદુરશાહે સ્વામીદ્રોહી, દુજને, ઉદ્ધત માણસે વગેરેને કડક શિક્ષા કરી. કેઈને જેલમાં પૂર્યા તે કોઈને મારી નાંખ્યા, કેઈને દેશનિકાલ કર્યા, તે કેઈને પરબ્રષ્ટ કર્યા, કેઈની માલમિલકત જપ્ત કરી. જે જે માણસોએ અનાદર કર્યો હતે તેઓને પણ શિક્ષા કરી. આથી નાના-નાના રાજાઓએ આવીને ભેટ ધરી તેની આજ્ઞાને સ્વીકાર કર્યો.
પૂર્વીસ્થામાં જે જે માણસેએ ઉપકાર કર્યો હતો તે સૌને બોલાવી ઉચિત સત્કાર કર્યો, કરમાશાને બેલાવવા માટે ખાસ માણસને ચિતડ મોકલ્યો.
(૯૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org