Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રીશત્રુ’જય ગિરિરાજ દર્શન
કરમાશા ધર્મ આરાધનામાં સવાર સાંજ પ્રતિક્રમણુ, ત્રિકાળ દેવપૂજા, મધ્યાહ્ન વખતે અષ્ટપ્રકારી પૂજા, અનુક ંપા દાન, સાધર્મિક ભક્તિ નિયમિત કરતા. પના દિવસેામાં પૌષધ વગેરે કરતા. વ્યાપારમાં ધર્મ અને નીતિ ચૂકતા નહિ. દાનાદિ કાર્ય પણ નિર'તર કરતા,
પુણ્યયેાગે કરમાશા થોડાં વર્ષોમાં કરોડો રૂપિયાના માલિક બન્યા, હજારો કુટુ ખાને સહાય કરી સુખી બનાવ્યા. યાચકાને વિષે કલ્પવૃક્ષ સમાન ઈચ્છિત દાન આપનારા અન્યા.
ચાવડા વંશમાં પ્રસિદ્ધ રાજા વનરાજે વિ. સ. ૮૦૨ માં પાટણ વસાવી ગુજરાતની રાજધાની કરી હતી, ત્યારખાદ પાટણની ગાદીએ યાગરાજ, ક્ષેમરાજ, ભૂવડ, વા, રત્નાદિત્ય અને સામંતસિંહ એમ છ રાજાએ ચાવડા વંશના થયા. ત્યારબાદ મૂલરાજ, ચામુંડરાજ, વલ્લભરાજ, દુર્લભરાજ, ભીમરાજ, કહ્યું રાજ, સિદ્ધરાજ, કુમારપાળ, અજયપાળ, લઘુમૂલરાજ અને ભીમરાજ એમ અગીયાર ચૌલુકય (સાલ'કી) વંશના રાજા થયા અને પછી પાટણની ગાદી ઉપર વીરધવલ, વીસલદેવ, અર્જુનદેવ, સારગદેવ અને કરણઘેલા એમ પાંચ વાઘેલા વ ́શના રાજાઓનું રાજ્ય રહ્યુ.
સંવત્ ૧૩૫૭ માં અલ્લાઉદ્દીનના સૈન્યે રાજા(કરણઘેલા)ને હરાવીને પાટણ ઉપર પાતાના અધિકાર જમાવ્યેા હતા. અલ્લાઉદ્દીન દિલ્હીની ગાદીએ સ. ૧૩૫૪ માં બેઠા હતા. ગુજરાતથી લાહાર સુધીના અને બીજે ઘણા પ્રદેશે! કબજે કર્યાં હતા.
પીરાજશાહના સમયમાં ગુજરાત સ્વતંત્ર થયુ' અને ગુજરાતની જુદી બાદશાહી શરૂ થઈ હતી. સવત્ ૧૪૩૦ માં ગુજરાતના પ્રથમ બાદશાહ મુજફ્ફર હાકેમ થયા. તેના મૃત્યુ બાદ સ. ૧૪૫૪માં અહમદશાહે ગુજરાતની ગાદી ઉપર બેઠા. તેણે સ. ૧૪૬૮ માં સાબરમતી નદીના કાંઠે જ્યાં પ્રાચીન કર્ણાવતી નગરી વસેલી હતી, ત્યાં પેાતાના નામનું અહમદાબાદ (અમદાવાદ) શહેર વસાવ્યુ. અને પાટણના બદલે અહમદાબાદમાં પોતાની રાજધાની સ્થાપી. તે પછી ગુજરાતની ગાઢીએ મહંમદશાહ, કુતબુદ્દીન, મહમૂદ બેગડા અને તે પછી મુજફર એમ બાદશાહા થયા.
મુજફરખાનને ઘણા પુત્રા હતા. તેમાં સિકંદર ખધાથી માટા પુત્ર હતા, અને તેનેા ભાઈ બહાદુરખાન હતા. તે કોઈ કારણસર નારાજ થઈ ને થાડા નાકરા સાથે અમદાવાદથી નીકળી ગયા અને ફરતા ફરતા ચિતાડ આવ્યા. ત્યાં મહારાણાએ તેના યથાચિત સત્કાર કર્યાં.
કરમાશા કાપડના વ્યાપાર કરતા હતા. બંગાલ અને ચીન વગેરે દેશ-વિદેશાથી કરોડો રૂપિયાના માલ મંગાવતા અને વેચતા હતા. આથી તેમને અપરિમિત દ્રવ્યની
( ૨૦ )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org