Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રી શત્રુંજ્ય ગિરિરાજ દર્શન પાલીતાણામાં સ્થાનિક જેનોની વસ્તી ઘણી છે. ગામથી માંડીને જય તલાટી સુધીમાં અનેક મંદિરે અને અનેક ધર્મશાળાઓ આવે છે. યાત્રાળુઓ તેમાં સ્થિરતા કરે છે.
પુલ ઓળંગ્યા પછી ગામમાં પ્રવેશ કરતાં ડું ચાલીએ એટલે જમણા હાથ પર એક ખાંચામાં આગળ જતાં શ્રીગેડીપાર્શ્વનાથજીનું મંદિર આવે છે. બજારમાં ચાલતાં, માંડવીથી જમણી બાજુએ થેડા અંદર જઈએ એટલે, શેઠ આણંદજી કલ્યાણજીની મૂળ-અસલ પેઢી આવે છે. જેડે જ શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર છે. સામે મોતીશા શેઠની ધર્મશાળા છે. બજારમાં આવીએ ત્યારે જુદીજુદી ધર્મશાળાઓ આવે છે. આગળ ચાલતાં રણસી દેવરાજની ધર્મશાળા આવે છે. તેની બાજુમાં એક જૂની તલાટીના નામે ઓળખાતી જગ્યા છે. આગળ ચાલતાં નરશી કેશવજી, વીરબાઈ નરસીનાથાનાં દહેરાસર આવે છે. ધર્મશાળાઓ તો આવ્યા જ કરે છે. કંકુબાઈના ધર્મશાળામાં મંદિર છે.
વિજયતલાટી કંકુબાઈની ધર્મશાળા પાછળ વિજયતલાટીનો ઓટલો છે. તેની ઉપર આદીશ્વર ભગવાનનાં, ગૌતમસ્વામીનાં અને મણિવિજયનાં પગલાં છે.
કંકુબાઈની ધર્મશાળા પાછળ શ્રીમલ્લિનાથ ભગવાનનું મંદિર છે. આગળ ચાલતાં જશકુંવરબાઈની ધર્મશાળામાં દહેરાસર આવે છે. વર્તમાનમાં શેઠ આણંદજી કલ્યાણની પેઢી અહીં લાવવામાં આવી છે. શે. આ. ક.નો બધો વહીવટ અત્યારે અત્રે ચાલે છે.
આગળ ચાલતાં માધવલાલ બાબુનું દહેરાસર આવે છે. સાંડેરાવ ભુવનમાં દહેરાસર છે, પંજાબીની ધર્મશાળામાં મંદિર આવે છે, આરિસાભુવનમાં મંદિર આવે છે, આગળ ચાલતાં, નાહર બિલ્ડીંગ વગેરે પછી “કલ્યાણવિમલની દેરી આવે છે.
કલ્યાણવિમલની દેરી ઊંચા ઓટલા ઉપર ઘુમટવાળી દેરી છે. તે વિમલગરછના કલ્યાણવિમલ મુનિની છે. તેમને અત્રે અગ્નિસંસ્કાર કર્યો હતો, અને તેની ઉપર યાદગીરીમાં મુનિશ્રીગજવિમલે આ દેરી બંધાવરાવી હતી. આમાં છ જેડી પગલાં છે. તલાટીએ પ્રથમ ભાથું આ મુનિરાજના ઉપદેશથી સીતાબચંદ મ્હારના દાદાએ શરૂ કર્યું હતું. ભાથાની શરૂઆત ઢેબરાથી થઈ હતી. ભાથું ભાથા-તલાટીએ અપાય છે, તે અદ્યાપિ પર્યત ચાલુ છે.
આગળ ચાલતાં, વલ્લભવિહારનું દહેરાસર આવે છે. ત્યાંથી આગળ નાળા પછી બાળાશ્રમ આવે છે. ત્યાં મંદિર છે. તે પછી રાણાવાવ આવે છે. તેની નજીકમાં ઊંચા ઓટલા પર મેઘમુનિનું સ્તૂપ છે.
(૧૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org