Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા મૂળનાયક શ્રી આદિજિનેશ્વર, ચૌમુખ પ્રતિમા ચારા; અષ્ટદ્રવ્યશું પૂજા ભાવે, સમકિત મૂળ આધાર રે, ધન્ય છે ૨ છે ભાવભક્તિશું પ્રભુગુણ ગાતાં, અપના જન્મ સુધારા, યાત્રા કરી ભવિજન શુભભાવે, નરકતિર્યંચ ગતિવારા રે. ધન્ય છે ૩ છે દૂરદેશાંતરથી હું આવ્યું, શ્રવણે સુણી ગુણ તારા; પતિત ઉદ્ધારણ બિરુદ તુમારે, એ તીરથ જગ સારા રે. ધન્ય છે ૪ છે સંવત અઢાર ત્યાસી માસ આષાઢા, વદિ આઠમ ભમવાર; પ્રભુ કે ચરણ પ્રતાપસે સંઘમાં, ક્ષમારતના પ્રભુ પ્યારા રે, ધન્ય છે ૫ છે
થાય શત્રુંજય મંડણ ગષભજિકુંદ દયાળ, મરુદેવાનંદન વંદન કરૂ ત્રણકાળ; એ તીરથ જાણ પૂર્વ નવાણુંવાર,
આદીશ્વર આવ્યા જાણી લાભ અપાર છે ૧ છે જયલાટીથી ગિરિરાજ પર જતાં બે બાજુ પગથિયાં આવે. એક બાજુથી બાબુના દેરાસર જવાય ને બીજી બાજુથી ગિરિરાજ પર ચઢાય. એટલે, ડાબી બાજુએ ઉપર ચઢતાં ઘેવિંદજી નાનું નવું બંધાવેલું મંદિર આવે છે. પછી ધનપતસિંહ બાબુની બનેલી ધનવસહી આવે છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૯૪ભાં થઈ છે. વિશાળ ટુક છે. અંદરની બાજુના કમ્પાઉન્ડમાં આરસના ખડા કાઉસગીયા ઊભા કરેલા છે. આ મંદિર અંગેનો અધિકાર આગળ વિચારીશું, તેમાં બાજુમાં પાવાપુરીનું મંદિર છે.
ગિરિરાજ પર જમણી બાજુથી ચઢતાં શ્રીગૌતમસ્વામીજી, શ્રી આદીશ્વર ભગવાનના પગલાં, શ્રી અજિતનાથ આદિના પગલાંની દેરી આવે છે. તેનાથી થોડું ચઢતાં ગિરિરાજ પર થોડે દૂર ગુફા જેવું હંસવાહિની સરસ્વતીદેવીનું નાજુક મંદિર આવે છે. બાબુના દેરાસરની બહાર નીકળીને સરસ્વતીની ગુફા નજીક પ. પૂ. આ. શ્રીવિજયચંદ્રોદયસૂરિજીના ઉપદેશથી ૧૦૮ શ્રી પાર્શ્વનાથજીનું મંદિર થાય છે.
* * આ કાઉસગીયા કદમ્બગિરિ માટેના હતા પણ કેઈ કુદરતની વિચિત્રતાથી તે રવેમાં ખંડિત થયા. છેલ્લે બાબુના મંદિરવાળાએ તે શા માટે લીધા અને દીવાલે ફીટ કર્યા. ઉપર ઢાંકણ બનાવ્યું છે. કાઉસગીયા વિશાલ છે.
શ, ૧૪
(૧૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org