Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
mmmmm
શ્રી શત્રુંજય ગિરિરાજ દશન ભાવ જાણીને ઘેડા ઉપર બેસાડીને લઈ ગયો. તેને લઈ જવાથી શેકથી તાપસ ક્ષીણ થવા લાગ્યા. છેવટે બીજા તાપસે તેને ઉંચકીને જિન મંદિરમાં લઈ ગયા. પણ તે ભગવાનને પગે ન લાગે. ભગવાનનાં દર્શનથી મરણ પામીને, અહીં યક્ષપણે ઉત્પન્ન થયા. યક્ષપણાથી પિતાની પુત્રીને મનુષ્ય હરણ કરી ગયા છે એમ જાણીને મનુષ્ય પર શ્રેષથી, મનુષ્યને નાશ કરે છે. મુનિરાજ અન્યત્ર ગયા. પૂજા કરી તે વનમાં પિઠે. (મા. પૃ. ૬૩). .
ખડ્ઝ રમાડતો ચાલ્યો. કાળ અને કંકાળ બે રાક્ષસો સામાં આવ્યા. યુદ્ધ થયું. બને રાક્ષસોને જીત્યા. રાજકુમાર પેલા રાક્ષસ ભણી ચાલ્યો. રાક્ષસ બોલ્યા-તારા ઈષ્ટદેવનું સ્મરણ કરી લે. તારું મરણ આવ્યું. કુમાર બેલ્ય-શું તું મને ક્ષોભ પમાડવા ઈરછે છે ? ધ ત્યાગ કરીને પ્રસન્ન થા. શા માટે તું નિરપરાધિ મનુષ્યને મારે છે ? એટલે રાક્ષસ બેલ્ય-શરણ્ય એ ધર્મ તારામાં હોય તે મારી સાથે યુદ્ધ કરવા આવી જા. બન્નેનું યુદ્ધ ચાલ્યું. રાક્ષસે કુમારને ખાખ કર્યો એટલે તેણે પિતાની ખજ્ઞવિદ્યાને યાદ કરી. તે હાજર થતાં કુમારે વીજળીના ઝબકારા મારતું ખડ્ઝ મ્યાનમાંથી કાઢયું. રાક્ષસ ભય પામ્યા. ત્યારે કુમારે કહ્યું કે મારા ચરણમાં પડ અને જીવ હત્યા બંધ કર. ત્યારે યક્ષે કહ્યું કે તે મને જીતી લીધો, હું હિંસક છું અને તમે અભયદાન દેનાર છે. ત્યારે કુમારે કહ્યું–ચાલો આપણે ધર્મ ચર્ચા કરીએ. એક સ્થાનમાં બેસી ચર્ચા કરતાં કુંવરે કહ્યું-કૃતજ્ઞતા છોડીને કૃતજ્ઞપણું સેવવું જોઈએ. જીવદયાથી બળ પક્ષીએ સ્વર્ગ મેળવ્યું, તે સાંભળો-(શ. મા. પૃ. ૬૬) :
જીવ દયા ઉપર બગ કથા એક વનમાં મનહર સરોવર હતું. ત્યાં એક નિર્દય બગલો રહેતો હતો. તરસના માર્યા પાણી પીવા આવતાં પક્ષીઓનો તે સંહાર કરતો હતો. એક વખત સરોવરના કિનારે કેવલી મહારાજ પધાર્યા. ત્યાં જલદી જલદી સિંહ વગેરે હિંસક પ્રાણીઓ પણ આવ્યા. પેલે બગલો પણ ત્યાં આવ્યો અને મુનિની દેશના સાંભળવા લાગે. તિર્યચપણમાં ધર્મ પ્રાપ્ત થ દુર્લભ છે. તેમાં પણ પાપ કરનાર નકપણાને પામે છે. નરકમાં પરમાધામીએ મહાપીડા કરે છે. માટે કોઈ પણ પ્રાણીની હિંસા, આd, રૌદ્ર ધ્યાન કરવું નહિ. હિંસક પ્રાણીઓને પણ તે ધર્મ રુ. બગલાએ પણ હિંસાદિને ત્યાગ કર્યો. તેને મરણ સમય આવતાં દયાધમનું ભાન થવાથી તે દેવપણને પામ્યો. (શ. મા. પૃ. ૬૮)
કુમાર બોલ્યો- હે યક્ષરાજ તે હિંસક બગલે દયાથી દેવપણાને પામ્યો. તમે પૂર્વભવના ક્રોધનું ફળ ચાખ્યું તો તે છોડે. યક્ષરાજ, કુમારના ગુણોથી ખુશી થયા. અને બેલ્યા કે આજથી
(૩૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org