Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રીશવંજય ગિરિરાજ દર્શન
કહ્યું આ તે મારા કર્મને દોષ. પોતાના પતિનું સત્ય દેખાડવા ચંદ્રરાજાના પગ ધોઈને પાણી તત્કાલ કુષ્ઠાને પાયું, અને તે તત્કાલ નરેગી થયે.
ગુણાવલીને જાણ એક રાત્રિએ ચંદ્રરાજાને ગુણાવલી યાદ આવી. મારી ગુણાવલીનું શું થતું હશે? કૂકડા સાથે છૂટા પડતા મેં વચન આપ્યું છે કે મનુષ્ય થઈશ ત્યારે તુત તને સમાચાર આપીશ. મારે તેને ભૂલવી ન જોઈએ. પ્રભાતનું કાર્ય પરવારીને પત્ર લખ્યો. પોતાના વિશ્વાસુ માણસને બેલાવીને પત્ર આપીને કહ્યું કે-આ પત્ર મંત્રીને અને ગુણવલીને આપજે. તારા આવ્યાના સમાચાર કોઈને જાણવા ન દઈશ. પરદેશના ગુલાબ કરતાં સ્વદેશને કાંઠે વહાલે હોય. માણસ ગયા અને ખાનગી પત્ર આપ્યું. કુદરતી રીતે આભાપુરીમાં ખબર પડી ગઈ
વીરમતી વેર લેવા તત્પર થઈ ફરતી ફરતી વાત વીરમતીએ જાણી. તેને અત્રે આવવા જ નહિ દઉં. ગુણાવલીને બોલાવી, મેં સાંભળ્યું છે કે કૂકડો ચંદ્રરાજ થયે. તું અહીં જ રહેજે. હું જઈને તેને પૂરો કરી આવીશ. ગુણાવલી બેલી તે માણસ ક્યાંથી થાય? માટે જે કરો તે વિચારજો. વીરમતીએ પોતાના દેવને બોલાવીને વાત કરી. દેવે કહ્યું હવે અમારાથી તેનું વિપરીત નહિ થાય. તેને તો હવે માન આપવું ઘટે. તેથી તે ઊલટી ગુસ્સે થઈ. મંત્રીને કહ્યું “રાજ સંભાળ; હું વિમલાપુરી જાઉં છું. દેવોએ આવીને ચંદ્રરાજાને સમાચાર પહેલેથી આપ્યા. આકાશ માર્ગે વીરમતી આવી. ચંદ્રરાજ લશ્કર સાથે બહાર નીકળે. કહે કે માતાજી ગુસ્સો ન કરે. તેના કહેવાથી તે વધારે ગુસ્સે થઈ. ચંદ્રરાજાએ બખ્તર પહેરેલ છે. વીરમતીએ તલવાર ફેંકી. તે ચંદ્રરાજાના બખ્તરને અડીને પાછી વળી અને વીરમતીને વિધી નાખી. દેવતાઓએ ચંદ્રરાજા પર પુષ્પ વૃષ્ટિ કરી. વિમલાપુરીમાં ડકો વગડાવ્યા. પ્રેમલા ખુશ થઈ
પ્રેમલા, ચંદ્રરાજા સાથે સુખ ભોગવે છે. વીરમતીના મરણના સમાચાર આભાપુરીમાં પહોંચી ગયા. ગુણાવલી ઘણી ખુશ થઈ.
ગુણાવલીને પત્ર ગુણાવલીએ પત્ર લખ્યું, એને લખ્યું કે “મારી બહેન પ્રેમલાલચ્છીનું સુખ સિદ્ધ કર્યું ખરું પણ હું તે હજી ઝૂરી ઝૂરીને દિવસે કાપું છું.”
(૫૦).
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org