Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રી શત્રુંજય મહાતીથને ઉદ્ધાર કરાવ્યા, ફરીથી જીર્ણોદ્ધારમાં મંત્રીએ બે કરોડ સતાણું લાખ દ્રવ્ય ખચ્યું. ત્રણ વર્ષે કામ પૂર્ણ થયું હતું. શ્રી હેમચંદ્રાચાર્યને બોલાવી મોટા ઉત્સવ પૂર્વક વિ. સં. ૧૨૧૩માં પ્રતિષ્ઠા કરાવી.
પાચમા આરાને આ બીજો ઉદ્ધાર થયે ઉદ્ધાર પંદરમો (ત્રી) સમરાશાનો સં. ૧૩૭૧ પાટણ શહેરમાં ઓશવાલ જ્ઞાતિના દેશળશા નામના શ્રેષ્ટિ વસતા હતા. તેમને ભૂલી નામની સ્ત્રી હતી. તેમને સહજા, સાહણ અને સમરસિંહ અને બીજા બે એમ પાંચ પુત્રો હતા.
સહજપાલ દેવગિરિમાં વેપાર વગેરે કરતા હતા. સાહણ ખંભાતમાં રહેતા હતા અને સમરસિંહ પાટણમાં પિતાની સાથે રહી વેપાર આદિ કરતા હતા. પાંચે ભાઈઓમાં સમરસિંહ હોંશિયાર અને બુદ્ધિશાળી હતા. તેથી તે પાટણના સૂબા અલપખાન તથા દિલ્હીના બાદશાહ અલ્લાઉદ્દીનના પ્રીતિપાત્ર હતા.
ચૌદમો ઉદ્ધાર બાહડ મંત્રીએ કરાવ્યા બાદ, વિ. સં. ૧૩૬૯ માં પ્લેછ લોકોએ શ્રી શત્રુંજય તીર્થને ધ્વંસ કર્યો, જાવડશાએ પ્રતિષ્ઠિત કરેલ શ્રી આદીશ્વર ભગવંતની મૂર્તિ તથા બીજી સેંકડો મૂર્તિઓને નાશ કરી નાંખ્યું. આ સમાચારોથી ભારત ભરના જૈનસંઘોને ભારે આઘાત લાગ્યો. કેટલાક રૂદન કરવા લાગ્યા, કેટલાકે ખાવા-પીવાનું છોડી દિધું, કેટલાક મૂરછથી બેભાન બની ગયા.
પાટણમાં પણ આ સમાચારથી દેશળશા મૂછવશ બની ગયા. શીપચારથી મૂચ્છ દૂર કરવામાં આવી. દેશળને ખૂબ આઘાત થયે. પૌષધ શાળામાં શ્રીસિદ્ધસેનસૂરિજી મહારાજની પાસે ગયા, અને પોતાને થયેલ દુઃખનું નિવેદન કર્યું.
આચાર્ય ભગવતે આશ્વાસન આપી શાંત કર્યા અને કહ્યું કે, સંસારને વિશે કઈ પદાર્થ સ્થિર નથી જ. તે મનુષ્યો ધન્યપાત્ર છે કે તીર્થનો નાશ ન થાય તે માટે તીર્થને ઉદ્ધાર કરાવીને તીર્થને ટકાવી રાખે છે. આ પ્રમાણે કહીને શ્રી શત્રુંજય મહાતીર્થમાં થયેલા ઉદ્ધાર કણે કણે કયારે ક્યારે કરાવ્યા તેનું સુંદર વર્ણન કર્યું.
શ્રીસિદ્ધસેનસૂરિજી મહારાજને ઉપદેશ સાંભળી દેશળ કહ્યું કે હમણાં મારી પાસે ભૂજાબળ, ધનબળ, મિત્રબળ, રાજબાળ વગેરે છે, તેમાં આપશ્રીનું કૃપાબળ મને સહાયકર્તા થાય તે આ તીર્થને ઉદ્ધાર હું કરાવું.
(૭૯)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org