Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
સરલ હૃદયના ભીમા શ્રાવકે સંઘપતિની સભામાં બનેલી હકીકત નિખાલસપણે પત્નીને કહી, તે સાંભળી પરિવર્તિત સ્વભાવવાળી ગૃહિણુ આનંદપૂર્વક અનુદન કરે છે. આવા પ્રકારના વર્તનથી ભીમો શ્રાવક તે આશ્ચર્યમુગ્ધ બની જઈ વારંવાર સુકૃતની અનુમેદના કરે છે. હવે તે આંગણામાં બાંધેલી ગાયે ખીલે ઉખેડી નાંખવાથી ખીલ મજબૂત બેસાડવા માટે જમીનને જરા ઊંડી ખોદે છે, એટલામાં ૧૦,૦૦૦ દશ હજાર સેના મહારથી ભરેલો ચરૂ નીકળે છે. તે સોનામહોરો લઈ સ્ત્રીની અનુમતી મેળવી, સીધે સંઘપતિના તંબુમાં ગયે, અને તે સઘળી મિલ્કત ઉદ્ધાર ફંડમાં લેવાની મંત્રીશ્વરને આજીજી કરે છે ત્યારે મંત્રીશ્વર કહે છે કે, હવે ઉદ્ધાર ફંડનું કાર્ય સમાપ્ત થયું હોવાથી જરૂર નથી, તેમજ આ લક્ષ્મી તમારા પુણ્યપ્રભાવથી મળેલી છે, તે તેને ભગવટે તમે જ કરો.
મંત્રીએ સુર્વણ લેવા ના પાડી, ભીમે આગ્રહ કરીને જાય છે, ત્યાં રાતપડી. રાત્રે કપર્દિયક્ષે સ્વપ્નમાં ભીમાને કહ્યું કે “હે ભીમા ! એક રૂપિયાના પુષ્પ લઈ શ્રી આદીશ્વર ભગવંતની તે પૂજા કરી, તેથી પ્રસન્ન થઈ મેં તને સુવર્ણ ચરૂ આપ્યો છે, માટે તું ઈચ્છા મુજબ તેને ભગવટે કર.
સવારે ભીમાએ મંત્રીને વાત કરી, પ્રભુની સુવર્ણ રત્નો, તથા પુપોથી પૂજા કરી, પિતાના ઘેર આવ્યા અને પુણ્ય કાર્યમાં પ્રવૃત્ત થયે.
બે વરસે જ્યારે જીર્ણોદ્ધાર થઈ જવાના સમાચાર મંત્રીને મળ્યા ત્યારે ખબર લાવનારને મંત્રીએ વધામણીમાં બત્રીશ સેનાની જીભે આપી. થોડીવાર પછી બીજા માણસે આવી પ્રાસાદમાં કેઈ કારણથી ચીરાડ પડી ગયાના સમાચાર આપ્યા, ત્યારે મંત્રીએ તેને ચોસઠ જીભે આપી.
પાસે બેઠેલા માણસોએ કારણ પૂછ્યું, ત્યારે મંત્રીએ કહ્યું કે મારા જીવતાં પ્રાસાદ ફાટયે તે ઠીક થયું, કેમ કે હું તે ફરીથી બીજીવાર કરાવીશ. મારા મરણ પછી આ દેરાસર તૂટી પડયું હોત તે તેને કેણ કરાવત? મારા જીવતાં તે પણ ફાટી ગયું તેથી હું તે ફરીથી બંધાવીશ.”
તુરત જ મંત્રીએ શિલ્પીઓને પ્રાસાદ ફાટી ગયાનું કારણ પૂછયું. શિલ્પીઓએ કહ્યું કે ભમતીવાળા પ્રાસાદમાં પવન શિવાથી અને નિકળવાની જગ્યા નહિ મળવાથી પવનના જોરથી પ્રાસાદ ફાટી ગયે, જે ભમતી વિનાને પ્રાસાદ કરવામાં આવે તે કરાવનારને સંતાન થાય નહિ, એ શિલ્પશાસ્ત્રનો ઉલ્લેખ છે.”
આ સાંભળી મંત્રીએ કહ્યું કે “કેની સંતતિ કાયમ રહી છે ? માટે મારે વાસ્તવિક ધર્મસંતતિ જ છે. પછી બંને ભીતોની વચમાં મજબૂત શીલાઓ મુકાવીને પ્રાસાદ પૂર્ણ
(૭૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org