Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રીશવુંજ્ય ગિરિરાજ દર્શન આચાર્ય મહારાજે કહ્યું કે ધર્મકાર્યમાં ગુરુની કૃપા સર્વદા રહેલી હોય છે, માટે તમે આ તીર્થનો ઉદ્ધાર શીધ્ર કરાવો.
દેશળશા આનંદ પામ્યા, ઘરે જઈને બુદ્ધિશાળી, ભાગ્યશાળી અને હોંશિયાર પુત્ર સમરને બોલાવી બધી વાત કરી. સમરસિંહે પિતાને આદેશ માથે ચઢા, પછી ગુરુ મહારાજ પાસે જઈને અભિગ્રહ લીધે કે “જ્યાં સુધી તીર્થને ઉદ્ધાર પૂર્ણ ન થાય ત્યાં સુધી, ૧. બ્રહ્મચર્યનું પાલન કરવું, ૨. નિત્ય એકાસણું (એકવાર જમવું) કરવાં, ૩. રેજ પાંચ વિગઈનો ત્યાગ કરવો, ૪. ભૂમિ ઉપર સંથારો કર. (પલંગ આદિ ઉપર સૂવું નહિ,) અને ૫. ખડી, તેલ અને પાણી એમ ત્રણથી ભેગું સ્નાન કરવું નહિ.”
પછી શુભ દિવસે સારૂં ભેટાણું લઈને સમરસિંહ પાટણના સુબા અલપખાન પાસે ગયા અને તેમની આગળ ભટણું મૂકયું.
અલપખાન સમરસિંહને ભેટ્યા અને આનંદ પામ્યો.
અલપખાને કહ્યું કે, “સમર ! મારા પુત્ર કરતાં પણ તારા ઉપર મને અધિક સ્નેહ છે, માટે તારે જે કંઈ કાર્ય કે જે કઈ ઈચ્છા હોય તે કહે, તેમાં કઈ વિચાર કરીશ નહિ, કઠીન કાર્ય હશે તે પણ ચિંતા કરીશ નહી.”
સમરશા મનમાં આનંદ પામ્યા અને સુબાને કહ્યું કે “અમારા મહાતીર્થ શ્રીસિદ્ધાચલજીને તમારા બાદશાહના સિને નાશ કરી નાખે છે. આ તીર્થની હયાતી હોય તે સમગ્ર જૈનો વગેરે ત્યાંની યાત્રા કરે છે, અને પોતાની લક્ષ્મીને શુભ કાર્યોમાં સદ્દઉપયોગ કરે છે. દીન દુખીયા, ગરીબ ગરબા વગેરેને દાન આપી સહાયક થાય છે અને તેમને સંતોષ પમાડે છે. તમે આજ્ઞા આપે તો તે તીર્થને ઉદ્ધાર કરાવવાની મારી ઈચ્છા છે.”
અલપખાને કહ્યું કે હું તારા ઉપર પ્રસન્ન છું. તારી ઈચ્છામાં આવે તે પ્રમાણે કર. દિલ્હીના બાદશાહને તું કઈ ભય રાખીશ નહિ.”
ઉદ્ધાર કરાવવામાં કઈ વિદન કરે નહિ એટલા માટે અલપખાને આજ્ઞા પત્ર લખાવીને સમરશાને સુપ્રત કર્યું. ઉપરાંત પાઘડી, ખેશ અને પાનનું બીડું આપી સમરશાનું બહુમાન કર્યું.
પુણ્ય યોગે કપરૂં ગણાતું કાર્ય પણ આમ સરળતાથી પતી ગયું, નહિતર દિલ્હીના બાદશાહની આજ્ઞાથી સિન્ય મંદિરે અને મૂર્તિઓ તેડી નાંખી હતી, અને પોતે બાદશાહની આજ્ઞા નીચે હતા. બાદશાહને ખબર પડતાં શું કરે તે કલ્પી શકાય નહિ, છતાં પણ આપત્તિ
(૮૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org