Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર
આવે તો સહન કરી લેવી પણ જેને પુત્રથી અધિક મા તેનું કાર્ય અવશ્ય થવું જોઈએ એવી સૂબાની મનવૃત્તિ થઈ.
સમરાશાને ઘણે આનંદ થયો. ગુરુમહારાજ પાસે જઈને આજ્ઞાપત્ર મળ્યાની વાત કરી.
આચાર્ય મહારાજે કહ્યું કે “દેના દ્વેષી એવા અલપખાને તીર્થના ઉદ્ધાર માટે રજા આપી, તેથી ખરેખર તારું ભાગ્ય ચઢીયાતું છે.”
સમરાશાએ મૂલનાયકની પ્રતિમાજી નવી ભરાવવા અંગે પૂછ્યું કે “ભગવાન ! ઘણાં વર્ષો પહેલાં મંત્રી વસ્તુપાલે મમ્માણી ખાણમાંથી આરસની શિલા મંગાવીને સિદ્ધાચલજીની ઉપર રાખેલી સાંભળવામાં આવે છે. અને તે શિલા આજ સુધી ભંયરામાં અક્ષત છે, તે તે શિલામાંથી નવી પ્રતિમાજી ભરાવું તે કેમ ?
સંઘ ભેગે કરવામાં આવ્યો. સંઘે કહ્યું કે, આ ભયંકર કલિકાળ છે, મંત્રીએ ઘણું દ્રવ્ય ખચી શિલા લાવીને સંઘને સમર્પણ કરેલી છે. અત્યારે તે શિલા બહાર કાઢવાને સમય નથી, માટે બીજી શિલા મંગાવીને તેની નવી પ્રતિમા ભરાવરાવે.
મૂર્તિ માટે શિલા મેળવવા માટે સમરાશા ત્રિસંગમપુર ગયા. ત્યાં આરસપાની ખાણને માલિક મહિપાલ રાણે શિવભકૃત હતું, પણ જૈનધર્મને વિષે શ્રદ્ધાવાળે હતો, જીવદયાનું પાલન કરતો હતો તથા માંસાહારનો ત્યાગી હતો.
સમરાશાએ કિંમતી ભેટયું અને વિનંતિપત્ર રાણની આગળ મૂક્યો.
મહિપાલ રાણાએ વિનંતિપત્ર વચ્ચે અને ખુશ થયો. ભટણું પાછું આપ્યું અને કહ્યું કે જે ખાણમાંથી જે શિલા પસંદ પડે તે કઢાવી, તેને કર પણ છોડી દઉં છું. અને હવેથી જે કઈને મૂર્તિ માટે શિલા જોઈતી હશે તેને પણ કરી લઈશ નહિ.”
મટી શિલા કાઢવા માટે સમરાશાહે કારીગરોને બોલાવ્યા અને શિલા કાઢવા માટે જે મૂલ્ય માંગ્યું તેનાથી અધિક મૂલ્ય આપવાનું નક્કી કર્યુંઅને પાતાક મંત્રીને દેખરેખ માટે મૂકી સમરાશા પાટણ આવી ગયા.
ખાણમાંથી શિલા કાઢવાનું કામ ધમધોકાર ચાલ્યું. થોડા દિવસમાં એક શિલા બહાર કાઢવામાં આવી, સાફ કરીને જોઈ તે તે શિલા તડ પડેલી હતી.
શ, ૧૧
(૮૧).
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org