Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રીશત્રુંજય ગિરિરાજ દઈન
સમાચાર સમરાશાને માકલવામાં આવ્યા.
સમરાશાએ કહેવરાવ્યું કે ખીજી શિલા કઢાવરાવા' ખીજી શિલા કાડવામાં આવી, તે પણ દોષવાળી નીકળી.
.
સમરાશાને ખબર મળ્યા, એટલે તે ત્રિસંગમપુરમાં આવ્યા. સમરાશાહે અઠ્ઠમના તપકરી શાસનદેવનું આરાધન કર્યું, શાસનદેવે પ્રગટ થઈને કહ્યું કે, · શિલા કાઢતા પહેલાં જે વિધિ કરવી જોઈએ તે કરી નથી, તેથી શિલા દોષવાળી નીકળી છે. હવે બધી વિધિ કરી, ખાણની અમૂક જગ્યામાંથી શિલા કઢાવા.'
પૂજન વિગેરે વિધિ કરાવી શિલા કાઢવાનું કામ શરૂ કરવામાં આવ્યું.
સમરાશા પાટણ આવી ગયા.
ત્રીજી વખતે જે શિલા નીકળી તે નિળ, સ્ફટિક જેવી સુદર અને દોષ વિનાની હતી. નિર્મળ શિલા નિકળ્યાની ખબર લાવનારને સમરાશાહે સાનાના દાંત, સાનાની જીભ અને રેશમી એ વસ્ત્રો આપ્યાં.
કારીગરોને પણ મજૂરી ઉપરાંત સોનાનાં કકણુ અને વસ્ત્ર આપી સૌને ખુશ કર્યો.
સ્ફટિક સમાન શિલા નીકળી જાણી મહિપાલ રાણાએ પણ ત્યાં આવી તે શિલાનુ ચંદન-પુષ્પાર્દિકથી પૂજન કર્યું. આજુબાજુનાં ગામોના લોકો પણ ત્યાં આવી શિલાનુ પૂજન કરવા લાગ્યા.
પર્વત ઉપર ખાણમાંથી શિલા બહાર કઢાવ્યા બાદ, પર્વત ઉપરથી શિલા નીચે ઉતારવામાં આવી અને આરાસણ લાવ્યા. ત્યાં મહેાત્સવ કરવામાં આવ્યેા, આજીઆજીનાં ગામામાં જેમ જેમ ખબર પડતી ગઈ તેમ તેમ લેાકો આવવા લાગ્યા. શિલાનું ચંદન વગેરેથી પૂજન કરવા લાગ્યા. શિલા એક તીથ જેવી ખની ગઈ.
મજબૂત ગાડામાં શિલા ચઢાવીને વીસ જોડી ખળવાન ખળદો ગાડાને જોડવા. કુમારસેના સુધી ગાડુ આવ્યા બાદ ગાડું' અટકી પડયુ. પાતાક મંત્રીએ પાટણ સમાચાર મેાકલ્યા, એટલે સમરાશાહે વીસ જોડી સારા રૂપુષ્ટ અને બળવાન મળો તથા મજબૂત ગાડુ માકલાવ્યુ`. શિલા ગાડામાં ચઢાવવા ગયા ત્યાં ગાડું તૂટી ગયું', એમ સમરાશાહે મેકલેલાં ત્રણ ત્રણ ગાડા ભાંગી ગયાં.
Jain Educationa International
(૮૨)
For Personal and Private Use Only
www.jainelibrary.org