Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર
આ સાંભળી સગર ચક્રવર્તી વિચારવા લાગ્યા કે મારા પુત્ર ગંગા નદી લાગ્યા, તે હું તેમને પિતા થઈ, જે સમુદ્ર લાવું તો તેમનાથી વિશેષ થાઉં, નહિ તો માનહીન થાઉં,
આમ વિચાર કરી યક્ષે દ્વારા સમુદ્રને ત્યાં લાવ્યા. ત્યારે ઈન્દ્ર સગર ચકવતીને કહ્યું કે હે ચકી ! આ તીર્થ વિના બધી ભૂત સૃષ્ટિ નિષ્ફળ છે. અષ્ટાપદ તીર્થને માર્ગ રૂંધાઈ ગયે. હવે આ તીર્થ પ્રાણીઓને તારનાર છે, પણ જે સમુદ્રના જળથી આ તીર્થ રૂંધાશે તે આ પૃથ્વી ઉપર બીજું કોઈ તીર્થ પ્રાણીઓને તારનાર મારા જેવામાં આવતું નથી. જ્યારે શ્રી તીર્થંકર દેવ, જૈનધર્મ અને જૈન આગમ પૃથ્વી ઉપર રહેશે નહિ ત્યારે માત્ર આ સિદ્ધગિરિ જ લોકોના મનોરથ સફળ કરનારે થશે.”
આ સાંભળી સગર ચક્રવતીએ લવણદેવને કહી સમુદ્રને અટકાવી દીધા. પછી ઈન્દ્રના કહેવાથી રત્નમણીમય પ્રભુની મૂર્તિઓ સુવર્ણ ગુફામાં મુકાવી દીધી અને સુવર્ણની મ તિઓ અને સોના-રૂપાના પ્રાસાદે બનાવરાવી તીર્થને ઉદ્ધાર કર્યો.
આ રીતે સગર ચક્રવતી એ સાતમો ઉદ્ધાર કરાવી, બીજા તીર્થોની યાત્રા કરી, અયોધ્યામાં ગયા અને દીક્ષા લઈ સઘળા કર્મોનો ક્ષય કરી બેર લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી સમેતશિખર ઉપર મોક્ષે ગયા.
આઠમ ઉદ્ધાર-વ્યંતરદ્ધને અભિનંદન સ્વામિજી પૃથ્વીતલને પાવન કરતા, એકવાર શ્રી શત્રુંજયગિરિવર ઉપર રાયણવૃક્ષ નીચે સમવસરી સુંદર પ્રકારે દેશના આપતા જણાવ્યું કે-“આ શત્રુંજય ગિરિવર કામ, ક્રોધ, મદ, માન, લાભ, વિષયાદિ અત્યંતર શત્રુઓનો નાશ કરનાર, સર્વપાપિને દૂર કરનાર, મોક્ષનું લીલાગૃહ છે. અહીં કલ્યાણકુંભ જેવા સર્વ કલ્યાણનું કારણ અને સુવર્ણ વર્ણવાળા શ્રી આદિનાથ પ્રભુ રહેલા છે. અરિહંત મોક્ષમાં ગયે છતે અને કેવળજ્ઞાનરૂપી પ્રકાશ નાશ પામે છતે આ તીર્થ જ સર્વ કલ્યાણ કરનારૂં થશે. જેમાં આ તીર્થમાં આવી ભક્તિથી ભગવાનનું ધ્યાન, પૂજન વગેરે કરે છે, તેઓ થોડા જ કાળમાં મોક્ષસુખને પ્રાપ્ત કરે છે.' ઇત્યાદિ દેશના સાંભળી વ્યંતર નિકાચના ઈન્દ્રોએ શ્રીસિદ્ધગિરિજીના પ્રાસાદે જીર્ણ થયેલ જોઈ ભક્તિથી તીર્થના પ્રાસાદને ઉદ્ધાર કરી નવા બનાવ્યા. આ આઠમો ઉદ્ધાર થયે.
ઉદ્ધાર નવમે-ચંદ્રયશા રાજાને શ્રીચંદ્રપ્રભુસ્વામીને શાસનમાં શ્રી ચંદ્રશેખર મુનિના પુત્ર ચંદ્રયશા રાજા ચંદ્રપ્રભા નગરીમાં રાજ્ય કરતા હતા. એકવાર શ્રી ચંદ્રશેખર મુનિ ચંદ્રપ્રભા નગરીમાં આવ્યો. શ, ૯
(૬૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org