Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન વાત કરી અને કહ્યું કે પાંચમાં આરામાં જાવડશા શ્રીસિદ્ધાચળજીને ઉદ્ધાર કરાવશે.”
પિતાનું નામ સાંભળી જાવડશાએ બે હાથ જોડીને મુનિવરને પૂછ્યું કે હે ભગવન્! આપે જે કહ્યું કે શ્રીસિદ્ધાચલજીને ઉદ્ધાર જાવડશા કરાવશે તે તે હું કે બીજે કઈ જાવડશા ?
| મુનિવરે પિતાના જ્ઞાનબળથી જાણીને કહ્યું કે “જ્યારે સિદ્ધગિરિજીના અધિષ્ઠાયક હિંસા કરનારા થશે. પચાસ જન સુધીમાં બધુ ઉજજડ કરી નાંખશે. પચાસ જનની અંદર જે કઈ જશે, તેને મિથ્યાદિષ્ટિ થયેલ કપર્દિયક્ષ મારી નાંખશે. ભગવાનની મૂર્તિ અપૂજ રહેવા લાગશે. તેવા કટોકટીના સમયે તે પોતે જ અવસર્પિણી કાલમાં શ્રી સિદ્ધાચળજીને તેરમે અને પાંચમા આરામાં પહેલો ઉદ્ધાર કરાવીશ. હાલમાં એ કટોકટીને સમય આવી લાગ્યો છે, માટે ઉદ્ધાર કરાવવા માટે ઉદ્યમ કર.”
જાવડશાએ કહ્યું કે ભગવન્! આ કપરું કાર્ય મારાથી શી રીતે થઈ શકે ?
મુનિવરે કહ્યું કે, “જાવડ ! તું પુણ્યશાળી છે, તું શ્રીચકેશ્વરી દેવીની આરાધના કર, તે બધે માર્ગ બતાવશે, જેથી તારું કાર્ય સિદ્ધ થશે.”
જાવડશા ઘરે જઈ ઉપવાસ સહ શ્રીચકેશ્વરીદેવીના ધ્યાનમાં સ્થિર બની ગયા. એક મહિનાના ઉપવાસ થયા, ત્યારે દેવી પ્રત્યક્ષ થયાં અને કહ્યું કે, “તારા મનોરથ શ્રીસિદ્ધાચલજી તીર્થને ઉદ્ધાર કરવાનું છે, તે હું જાણું છું. તક્ષશિલા નગરીમાં જગન્મલ્લ રાજાની ધર્મચકની સભાના આગલા ભાગના ભેરામાં શ્રી આદિનાથ ભગવંતનું મનહર બિંબ છે, તે લાવીને શત્રુંજયને ઉદ્ધાર કરાવી તે મૂર્તિને સ્થાપન કરજે. જગન્મલ્લ તને પ્રતિમાજી લેવાની રજા આપશે.”
આ સાંભળી જાવડશા ખુશી થયા. દેવીને પ્રણામ કર્યા. એકત્રીસમે દિવસે જાવડશાએ પારણું કર્યું. શુભ દિવસે જાવડશા તક્ષશિલા નગરીમાં ગયા અને જગમલ્લ રાજાની સભામાં જઈ તેમની આગળ મહાકિંમતી સુંદર ભેટનું મૂક્યાં. વિવિધ પ્રકારનાં કિંમતી અને નયન મનહર ભટણાં જોઈ રાજા ખુશી થઈ ગયા અને જાવડશાને કહ્યું કે, “તારે જે કોઈ પ્રયોજન હોય તે કહે, બીજા કેઈથી ન સાધી શકાય તેવું હશે, તે હું જાતે તે કામ કરવા તૈયાર છું.”
જાવડશાએ કહ્યું, “રાજન્ ! મારે બીજું કોઈ કામ નથી, આપના ભેંયરામાં અમારા ભગવાનની મૂર્તિ છે, તેની માટે જરૂર છે, તે તે આપ.”
રાજાએ કહ્યું કે, “અમારા કોઈ ભોંયરામાં અમે તો કોઈ મૂર્તિ જોઈ નથી, છતાં તું કહે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org