Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દશન
એક દિવસે જાવડશાએ શ્રીવાસ્વામિજીને વિનંતિ કરી કે, “હે ભગવાન! આપ સહાયક થાવ તે શ્રી શત્રુંજય તીર્થનો ઉદ્ધાર નિર્વેિદને કરાવી શકું.” એ વખતે એક યક્ષ શ્રીવાસ્વામિજીને વંદન કરવા આવ્યો હતો. તેનો પૂર્વ વૃત્તાંત આ પ્રમાણે છે.
વર્તમાન પદિ યક્ષની ઉત્પત્તિ મહુવા નગરીમાં કપર્દિનામનો એક વણકર હતું. તેને આડી અને કુહાડી નામની બે સ્ત્રીઓ હતી. વણકર અપેય પાનમાં અને અભક્ષ્ય ભોજનમાં આસક્ત રહેતો હતો, આથી એક દિવસે બન્ને સ્ત્રીઓએ વણકરને શિક્ષા કરી, કપદિ રેષમાં આવી ગયો, અને નગરીની બહાર ચાલ્યો ગયો. ત્યાં એક મુનિ જેવામાં આવ્યાં. તે વાસેન મુનિએ કોમળ વચનથી તેને આશ્વાસન આપ્યું. કદિ વણકર બે હાથ જોડીને માથું નમાવીને ઉભે રહ્યો. મુનિવરે પિતાના જ્ઞાનથી કપર્દિને સુલભબધી જાણ્યો અને થોડા કલાકનું આયુષ્ય બાકી રહેલું જાણી, ધર્મનો ઉપદેશ આપ્યું.
કપર્દીિએ કહ્યું કે “મને યોગ્ય પ્રતિજ્ઞા કરાવે.”
ગુરુમહારાજે ગડસીનું પરફખાણ કરાવ્યું. (ગંઠસીનું પરફખાણ એટલે કપડાના છેડે ગાંઠ વાળી રાખવી, જ્યારે પાણી પીવું હોય, ખાવું હોય કે મેંમાં કંઈ નાંખવું હોય ત્યારે નવકાર ગણીને અથવા “ afi'તાળ' બેલી ગાંઠ છોડીને પછી જ મોંમાં કેઈપણ વસ્તુ નાંખી શકાય. ખાધા પછી મેં એફખું કરી પછી ગાંઠ વાળી દેવાની. જ્યાં સુધી ગાંઠ વળેલી હોય ત્યાં સુધી ચારે આહારના ત્યાગના પરચફખાણનો લાભ મળે.)
તે દિવસે સર્ષના ગરલ (ઝેર) ચુત ભજન કપર્દિને ખાવામાં આવ્યું અને મૃત્યુ પા, અને વ્યંતર નિકાયમાં દેવ તરીકે ઉત્પન્ન થયો.
- પદિ મરણ પામ્યાના સમાચાર સ્ત્રીઓએ જાણ્યા અને રાજા પાસે જઈને ફરિયાદ કરી ‘કે અંતે આ સાધુડાએ અમારા ધણીને કંઈ ખવડાવીને મારી નાંખ્યો”
આથી રાજાએ શ્રીવાસેન મુનિને ચોકીમાં બેસાડ્યા. આ બાજુ વ્યંતર થયેલા કપર્દિએ જ્ઞાનથી જોયું, તે પિતાના ઉપકારી ગુરુને સંકટમાં સપડાયેલા જોયા, એટલે તુરત જ તે શહેરના જેટલી મોટી શિલા વિકુવી અને રાજા વગેરે લોકોને કહ્યું, કે આ ગુરુ મહઉપકારી છે' તમે સર્વે તેમની પાસે જાઓ, પગમાં પડીને માફી માગે, નહિતર આ શિલાથી મનુષ્યો સહિત આખી નગરીના ચૂરેચૂરા કરી નાખીશ.”
(૭૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org