Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
કરી. નટ કહે અમને તેની પર નેહ છે તેથી તમે કહો કેમ અપાય? કૂકડાએ પિતાની ભાષામાં શિવમાલાને કહ્યું. તેથી કૂકડે આપ્યું. પ્રેમલા બેલી તે મારી પર ઉપકાર કર્યો. કૂકડાએ શિવમલાને કહ્યું આ રાજપુત્રીને હું પતિ છું. આમાં આ પ્રબલ હેતુ છે. મારી ઓરમાન માએ મને પંખી કૂકડે બનાવ્યા છે. તારું ભલું થજે. તે મને ઓરમાન માથી છોડાવે. સાંભળીને શિવમાલા ઘણી દિલગીર થઈ. રાજાને પક્ષી આપ્યું. અને કહ્યું કે તમારી પુત્રી મારી સખી છે. તેને ખુશીમાં રાખવા આપું છું. પક્ષીને સાચવવાની ભૂલ ન કરશે. રાજાએ પાંજરું લાવીને પ્રેમલાને આપ્યું. પ્રેમલા તેને બહાર કાઢે છે, રમાડે છે અને તેની સાથે ગાંડી ઘેલી વાત પણ કરે છે. નટે રાજાને કહ્યું કે ચાર મહિને અમે જઈશું ત્યારે લઈ જઈશું. પ્રેમલા કૂકડાને કહે છે-હવે મારી પાસે આવ્યા. અંતર શા માટે રાખો છો?
બે દિવસમાં મળશે સિદ્ધાચલની તળેટીમાં જ વિમલાપુરી હતી. એક વખત નિમિત્તિઓ આવ્યું. ત્યારે નિમિત્તિયાને પ્રેમલા પૂછે છે કે મારા પતિ ક્યારે મળશે? નિમિત્તિઓ પિતાના જ્ઞાનબળથી કહે છે કે-એક બે દિવસમાં જ મળશે. જે મારી વાત ખરી પડે તે મને શાબાશી આપજે, હું તિષ ભણવા માટે કર્ણાટક ગયે હતે.
પુંડરીક ગિરિની યાત્રા પિતાની આજ્ઞા લઈને, પ્રેમલા પાંજરાને લઈને પુંડરિકગિરિ ગઈ. ગિરિરાજને જોઈને કૂકડો ખુશ થયે. ભગવાનની સ્તુતિ કરી, ચિત્યવંદન કર્યું, રાયણવૃક્ષ નીચે પ્રભુ પાદુકાને નમસ્કાર કર્યા. રાયણની પ્રદક્ષિણા કીધી. ત્યાંથી સૂર્યકુંડ પર આવ્યા.
સૂર્યકુંડ બનેને ફળ સૂર્યકુંડના જળને સ્પર્શ કર્યો. આવીને તેની પાળ પર બેઠા. કૂકડાને પણ હર્ષ થયે. હવે તે વિચારે છે કે આમ તિર્યંચના ભવમાં સોળ વર્ષ વીતી ગયાં, કયાં સુધી આવું જીવન જીવવું? માટે સૂર્યકુંડમાં પડીને મરી જાઉં. આથી તે સૂર્યકુંડમાં પડ્યો. તેને પડો જોઈને દિલગીરીથી, પ્રેમલા પણ કુંડમાં પડી. તેને પકડવા જાય છે, તે ગળે બધે દોરે જૂને થવાથી તૂટી ગયે. દેર તૂટતાં જ તે ચંદ્રરાજા થયે. શાસન દેવે બન્નેને સૂર્યકુંડમાંથી બહાર કાઢયા. દેવોએ પુષ્પ વૃષ્ટિ કરી.
(૪૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org