Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
સૂર્યાવર્ત-સૂર્યને મહિમા ચંદ્રરાજા ગુણવલી વગેરે સહિત સિદ્ધાચલની યાત્રાએ ગયા છે. ત્યાં પ્રતિમાઓ ભરાવે છે અને પ્રતિષ્ઠા કરે છે.
એક વખત વિહાર કરતાં શ્રી મુનિસુવ્રતસ્વામી પધાર્યા છે. સમવસરણ થાય છે. વધામણી આવે છે. રાજા સક્લ પરિવાર સાથે વંદન કરવા જાય છે અને દેશના સાંભળે છે. યથાશક્તિ સૌએ નિયમ લીધા. ચંદ્રરાજા પૂર્વભવના પિતાના કર્મની વાત પૂછે છે. તીર્થંકર પરમાત્મા પૂર્વભવને અધિકાર વિસ્તારથી જણાવે છે.
બધાના પૂર્વભવે - વિદર્ભ દેશમાં તિલકપુરીમાં મદનભ્રમ રાજાને કમલમાલા પટરાણી અને તિલકમંજરી પુત્રી હતી. તે જૈન ધર્મની કેવી હતી. સુબુદ્ધિ પ્રધાનને રૂપમતી પુત્રી હતી. તિલકમંજરી અને રૂપમતી બે બહેનપણીઓ હતી. તેમણે પ્રતિજ્ઞા કરી કે આપણે એક જ પતિને વરવું. રૂપમતી સાધુ-સાધ્વીની ભક્તિ કરે તે તિલકમંજરીને ન ગમે. સાધ્વીએની નિંદા કરે. એક વખત બને સખીઓ બેઠી હતી. સાધ્વી વહોરવા આવ્યા, રૂપવતી વહોરાવવા ગઈ. ત્યારે–મતી થાળીમાં હતાં, એક ઝૂમખું હતું. સાધ્વી વહોરીને આવ્યાં, ત્યાં કેઈ ન જાણે તેમ, તિલકમ જરીએ સાથ્વીના કપડાના છેડે તે બાંધ્યું. સાધ્વીના ગયા પછી ઝમખું ક્યાં ? તે કહે કે સાધ્વી લઈ ગયાં, ખોટું. ચાલ, નિર્ણય કરીએ. સાધ્વીએ ના કહી એટલે તેમના કપડાં તપાસ્યાં. તેથી બાંધેલું હતું ત્યાંથી નીકળ્યું. આથી સાધ્વી ગભરાઈ અને ગળે ફાંસો ખાધો. પાડોશમાં રહેનારી સુરસુંદરીએ તે ફસે તોડી નાંખ્યું. આથી રાજપુત્રીએ નિબિડ કર્મ બાંધ્યું.
બન્નેનાં લગ્ન સૂરસેન રાજા સાથે બનને સખીઓ પરણી. સાસરે ગઈ. તિલકમંજરીના પિતાએ એક નવી જાતની “કાબર” પુત્રીને મોકલી. તે તેને રમાડે છે. રૂપવતીને આપતી નથી. એટલે તેણે પિતા પાસે તેવું પક્ષી મંગાવ્યું, પણ તેવું ન મળતાં “સી” નામનું પક્ષી મે કહ્યું, તિલકમંજરી કાબરને બોલાવે તે બોલે. પણ કોસી બોલતી નથી. તેથી રોષમાં રૂપવતીએ તેની પાંખો છેટી. સેળ પહોર દુઃખ ભેગવી પક્ષી મરી ગયું. મરતાં દાસીએ તેને નવકાર સંભળાવ્યું. રૂપવતીને પશ્ચાત્તાપ થયે, કે સી મરીને વીરમતી થઈ અને આભાપુરના રાજાને પરણી. રૂપવતી પશ્ચાત્તાપથી મરીને વીરસેન રાજાની ચંદ્રાવતી રાણીને ચંદ્રકુમાર પણે પુત્ર થયો. સુરસુંદરીએ સાધ્વીને ફાંસો તોડે એટલે તારી રાણુ ગુણાવલી થઈ. તિલકમંજરી મરીને પ્રેમલા લચ્છી થઈ. કાબરને જીવ કપિલાધાત્રી
(૫૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org