Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
સૂર્યાવર્ત-સૂર્યકુંડને મહિમા
રાખીને તેની વાત સાંભળો. પુત્રીને તેડાવી. “પિતાજી એક પણ શબ્દ અસત્ય નહિ બેલું મારી વાત ખોટી પડે તે જે કરવું હોય તે કરજો.” કન્યા બાલી સેગઠા બાજીમાં મને આભાનગરી કહી હતી અને ગંગાનું પાણી માંગ્યું હતું. માટે તે આભાનગરીના છે. તેમને કાઢી મૂકયા ને કનકધ્વજને મેકલ્યા. મેં ન બેસવા દીધા એટલે વિષકન્યા કહ્યું. રાજાને તરકટને ભારે થયો. મંત્રીએ આશ્વાસન આપ્યું.
રાજ દરબારમાં રાજ દરબારમાં સિંહલ રાજાને, રાણુને, હિંસકમંત્રીને, કનકધ્વજને, તેની ધાવને બોલાવ્યા. સિંહપુર વિવાહ કરવા મોકલેલા ચારેને લાવ્યા. તેમણે કબૂલ કર્યું કે અમે નજરે જોયા નથી. અમને તે મોસાળ ભણે છે તેમ કહ્યું હતું, તેથી નક્કી કર્યું.
મંત્રીએ કહ્યું આ સિંહલ રાજાનું કપટ લાગે છે. પાચેને કબજે રાખવા. કેદીપણે તેમને રાખ્યા.
કમલા પાસે દાનશાળા મંડાવી. આવનારને સમાચાર પૂછે છે. આભાનગરીના ચંદ્રરાજા જેવો કોઈ તેજસ્વી અમે નથી જે.
જંઘાચારણ મુનિ આવ્યા-દેશના સાંભળવા બધા ગયા. પ્રેમલા શુદ્ધ સમ્યકધારી થઈ. મુનિએ કહ્યું કે નવકારના પ્રતાપે ને શાસનદેવના પ્રતાપે સોળ વર્ષો તારે સ્વામી મળશે.
એક દિવસ એક એગિની આવી. પ્રેમલાએ પૂછયું ત્યારે કહ્યું કે પૂર્વદેશમાં રહું છું. ચંદ્રરાજાના ગુણ ગાઉં છું. તેની અપરમાતાએ તેને કૂકડે બનાવ્યો છે. આ વાત સાંભળીને તેના પિતાએ કહ્યું કે પુત્રી તારી વાત સાચી છે.
આભાપુરીમાં શું થયું. એક મહિને થયે પણ ગુણાવલીએ ચંદ્રરાજાની વાત કઈને કહી નથી. મંત્રીએ કહ્યું તમે આનંદમાં રહેજે. વીરમતી પાસેથી વાત મેળવીશ. વીરમતી કહે મંત્રી શું છે. વાંક તારે છે, અને પાછો મને કહેવા આવે છે? તારે ચંદ્રની વાત વધારે છેડવી નહિ. હું રાજા તું મંત્રી. એમ જાહેર કરી દે. મંત્રીએ કબૂલ કર્યું. એટલે રાજી થઈ.
મંત્રીએ પૂછયું પંખીને પાંજરામાં કેમ પૂર્યું છે? રાણીએ રમાડવા રાખ્યું છે. ગુણુવલીને રુદન કરતી જોઈને કૂકડાએ અક્ષર લખીને સમજાવ્યું. કૂકડે જ મારે પતિ છે.
(૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org