Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
કુટુંબીજનોને હર્ષ થશે. વિદ્યાધરે મહીપાલ કુમારને સેળ વિદ્યાઓ આપી. રાજપુત્ર આગળ પૂર્વમાં ચાલ્યો. ત્યાં પ્રાસાદ જોઈને કુમારના પૂછવાથી વિદ્યાધરે પ્રાસાદ સંબધિ કથા આ પ્રમાણે કહી-(શ. મા. પૃ. ૭૩) . વિતાઢય પર, રત્નપુર નગરમાં મણિચૂડ રાજા રાજ્ય કરે છે. તેને રત્નપ્રભ અને રત્નકાંત નામના બે પુત્રો છે. રત્નપ્રભને રાજ્ય આપી પિતાએ દીક્ષા લીધી. રત્નકાંત તે હું. મને પરાક્રમીને ઉછુંખલ જાણી કાઢી મૂકયો, તેથી પાતાળમાં નગર રચાવી હું અત્રે રહું છું. (શ. મા. પૃ. ૭૪) તે પછી તેને શાંતિનાથ ભગવાનના ચિત્યમાં લઈ જઈને બન્ને જણે ભગવાનની ભાવથી પૂજા કરી. રાજપુત્રને રસ્તો બતાવ્યો. વનમાં મુનિ મહારાજ બતાવ્યા. ત્યારે રાજપુત્ર વિધિપૂર્વક ગુરુવંદન કર્યું. તે મુનિ સન્મુખ બેઠે. મુનિરાજે ઉપદેશ આપ્યો. રાજપુત્રે પૂછયું આપ ક્યાંથી પધારે છે ? ત્યારે કહ્યું કે અમે શ્રી પુંડરીકગિરિ અને ઉજજયંતની યાત્રા કરીને આવીએ છીએ. સિદ્ધાચલનું નામ સાંભળતાં, પિતાને રાજકુમાર ધન્ય માનવા લાગે. ગુરુ મહારાજ બોલ્યા-જિનમાં પ્રથમ જિન, ચક્રીમાં પ્રથમ ભરત ચકી, જન્મમાં મનુષ્ય જન્મ, અક્ષરેમાં શ્કાર, દેશમાં સેરઠ ઉત્તમ છે, તેમ સઘળા તીર્થોમાં શત્રુંજય ઉત્તમ છે. તે કલ્યાણ કરનાર છે. શત્રુંજય તીર્થ ત્રણે લોકમાં પવિત્ર છે. સિદ્ધાચલ પર ઋષભદેવ પ્રભુ બિરાજે છે. ગિરિરાજ અને આદિદેવનાં દર્શનથી-સર્વ પાપથી પ્રાણી મુક્ત થાય છે. (શ. મા. પૃ. ૭૬).
તે સંબંધી કથા ભારતમાં શ્રાવસ્તિ નગરીમાં ત્રિશંકુનો પુત્ર ત્રિવિક્રમ રાજા રાજ્ય કરતો હતો. એક વખત, બહાર વડ નીચે, રાજા ઊભે હતો ત્યારે, તે ઝાડ ઉપરથી, પક્ષી કઠોર શબ્દ કરતું સાંભળી બાણ વડે તેને વીંધી નાંખ્યું. થરથર કંપતું પક્ષી પૃથ્વી પર પડયું. તેથી રાજાને પરિતાપ થયે. આર્તધ્યાનથી પક્ષી મરીને ભિલના કુળમાં જન્મ્ય, તેણે શિકાર કરવાને ધ કર્યો.
રાજા ત્રિવિકમને એક વખત, ધર્મરુચિ મુનિએ, દયા-ધર્મને મહિમા સમજાવ્યો. રાજાના અંતરમાં દયાને અંકુરે ઉગ્યો. તેણે મુનિ પાસે દીક્ષા અંગીકાર કરી. ભણીને જ્ઞાની થયા. એકાકી વિહાર વાળા થયા. એક વખત ઘેર અરણ્યમાં આવ્યા. ત્યાં કાચોત્સર્ગ કર્યો. પેલે ભલે ત્યાં આવી ચડ્યો, પૂર્વના વેરના કારણે તેણે મુનિને પ્રહાર કર્યા. તેથી ક્રોધિત થયેલા મુનિએ ભીલ પર તે લેશ્યા મૂકી, આથી તે ભીલ મરીને તેજ વનમાં સિંહ થયે. ત્રિવિકમ મુનિ વિહાર કરતા ફરી તેજ વનમાં આવ્યા. સિંહે મુનિને જોતાં મુનિ ઉપર ધસ્યો. તેમણે તપના પ્રભાવે સિંહને મારી નાંખે. તે તેજ
(૩૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org