Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રી શત્રુજય ગિરિરાજ માહાસ્ય ગયે. ઋષિએ સત્કાર કર્યો. પછી ગાંગલી ઋષિએ કહ્યું મારી કન્યા આપને એગ્ય છે. માટે તેનું પાણિગ્રહણ કરે. કમલમાલાને પરણાવી.
રાજાને પુત્ર પ્રાપ્તિને મંત્ર આપ્યું. અષિએ પુત્રીને સાચવવાની પ્રાર્થના કરી. રાજાએ તે મંજૂર રાખી. ત્યાંથી બધા આદીશ્વર ભગવાનના મંદિરમાં આવ્યા. મંદિરની બહાર આવીને માર્ગ પૂછયે. ઋષિએ કહ્યું કે માર્ગ જાણતો નથી.
આમ્રવૃક્ષ પર શુક એટલામાં આમ્રવૃક્ષ પર બેઠેલે શુક બે કે ઋષિ તમે ચિંતા ન કરો. ત્યારે ઋષિ મૃગધ્વજ રાજાને બહાર બોલાવી લાવે છે. રાજા બહાર આવ્યો એટલે પોપટ (શુક) બે આપને હું માર્ગ બતાવું છું. આગળ ચાલતાં પોતાના નગર નજીક આવ્યા, ત્યારે શુક સુસ્ત થઈને ઝાડપર બેઠો.
રાજા પૂછે કે હે શુકરાજ ! આપ નગર નજીક આવી સુસ્ત કેમ થયા? શુકે કહ્યું કે એમાં એક કારણ છે, તે સાંભળો -
ચંદ્રપુરીના રાજા ચન્દ્રશેખરની બહેન ચંદ્રાવતી આપની માનીતી રાણી છે, પણ અંદરથી કપટી છે. તેણે તમારા બહાર જવાથી પિતાના ભાઈને સમાચાર આપીને તમારા નગર પર ચઢાઈ કરાવી છે. આથી તમારા રક્ષકોએ નગરના દરવાજા બંધ કર્યા છે. પણ નાયક વગરનું શું ? આથી હું નિરાશ થઈને બેઠે છું. (આ સાંભળીને રાજા ચિંતાતુર થયે)
ત્યારે પિપટે કહ્યું વ્યર્થ શેક ન કરે. તું એમ ન સમજ કે “મારું રાજ ગયું” એટલામાં ચારે કેરથી ધૂળ ઉડાડતી સેના આવે છે. ત્યારે રાજા વિચારે છે કે મને મારી નાંખશે. રાજા મુંઝાય છે. એટલામાં સેના આવીને રાજાનો જય જયકાર બોલે છે. આપના પધારવાથી અમને આનંદ છે. રાજા વિચારે છે કે આ પિપટ(શુક)ના વચનને જ પ્રભાવ છે. રાજા ઉપકારી પિપટ તરફ જુવે છે. તો તે દેખાતું જ નથી. રાજાએ પોપટની વાત કહી–ઉપકાર કરવાને બદલે આપવાની વાત કહી. પણ પિપટ દેખાતું નથી. શું કરવું? સેવકેએ કહ્યું હે રાજન્ ! પિપટ મળશે.
રાજાના આગમનથી નગરલેક વગેરે બધા ખુશ થયા. મૃગધ્વજ રાજાનું આગમન જાણીને ચંદ્રશેખર ભાગે અને તદ્વારા રાજાને ભેટ મોકલી અને કપટથી કહેવરાવ્યું કે આપ નહતા એટલે રાજ્યનું રક્ષણ કરવા આવ્યા હતા. મૃગધ્વજે, ચંદ્રશેખરના સામા આવવાથી ઉચિત સત્કાર કર્યો. રાજાએ મહોત્સવથી નગરમાં પ્રવેશ કર્યો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org