Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રી શત્રુંજય ગિરિરાજ માહાભ્ય
ગિરિરાજ પર શું ન કરવું? આ ગિરિરાજ પર કેઈની નિંદા ન કરવી, બીજાનું ખરાબ કરવાનો વિચાર ન કર, પારકી સ્ત્રીપર મેહ ન કરે, બીજાનું દ્રવ્ય પડાવી ન લેવું, વિપરીત દૃષ્ટિવાળાને સહવાસ ન કર, તેના વચન પર પ્રીતિ ન કરવી, શત્રુ સાથે પણ દ્વેષ બુદ્ધિ ન કરવી, હિસા ન કરવી, બેટી બુદ્ધિથી કઈ વિચાર ન કરે, એટલું જ નહિ પણ તેનાથી વિપરીત સત્કર્મો જરૂર કરવાં. (શ. મા. પૃ. ૪૪)
સંઘયાત્રાનું ફળ
સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચારે પ્રકારના સંઘ સહિત છરી પાળ, સંઘ કાઢી જે સિદ્ધાચલ આવે છે તે, સર્વોત્તમપદ-તીર્થકર પદને સંપાદન કરે છે. (શ. મા. પૃ. ૪૫)
રાયણ વૃક્ષને મહિમા રાજનદની એટલે રાયણનું શાશ્વત વૃક્ષ. તેની નીચે શ્રીષભદેવ ભગવાનની ચરણ પાદુકાઓ છે. તેના વડે તે વૃક્ષ શેભે છે. રાજનંદનીની વહેતી દૂધની સેરે અલ્પસમયમાં અંધકાર ટાળે છે. આ પવિત્ર વૃક્ષ નીચે રાષભદેવ ભગવાન, પૂર્વ નવાણું વાર સમોસર્યા છે, તેથી તે સર્વોત્તમ તીર્થ સમાન, વંદવા લાયક છે. તેના પાંદડાં, ફળ અને શાખાઓ પર દેવતાઓનાં સ્થાન છે. માટે તેનાં પાંદડાં વગેરે કાપવા લાયક નથી. કેઈ સંઘને નાયક, જ્યારે ભક્તિ ભાવથી ભરપૂર ચિત્તવડે એની પ્રદક્ષિણા કરે છે, ત્યારે તે પ્રસન્ન થઈ તેના મસ્તક પર દૂધની વૃદ્ધિ કરે છે. તેથી તેના બેઉ જન્મ સુધરે છે. રાજનંદનીનું ભક્તિ ભાવથી પૂજન કર્યું હોય તો, થવાવાળું શુભ અશુભ તેને સ્વપ્નમાં કહે છે. તેના પૂજનથી શારીરિક દોષ નાશ થાય છે. તેનાથી ઝેર પણ દૂર થાય છે. તેના પાંદડાં વગેરે ખરી પડેલાં જે સંઘરી રખાય તે સર્વ અનિષ્ટનો નાશ કરે છે.
રાયણવૃક્ષની પશ્ચિમ દિશામાં, અગમ્ય રસકૂપિકા છે. તેના રસથી લો, સેનું થઈ જાય છે. તેવા સર્વ કલ્યાણકારી આ તીર્થને મહિમા કોણ વર્ણવી શકે છે.? (શ. મા. પૃ. ૪૭)
૧ છરી-સચિત્ત પરીહારી ૧, એકલ-આહારી ૨, પાદચારી ૩, ભૂમિ સંથારી ૪, બ્રહ્મચારી ૫, આવશ્યક દેય વારી ૬=૧ સચિત્ત વસ્તુને ન વાપરનારે, ૨ એકાશને તપ કરનારે, ૩ પગે ચાલનારેવાહનનો ઉપયોગ ન કરનાર, ૪ જમીન પર શયન કરનાર, ૫ બ્રહ્મચર્યને પાળનાર અને ૬ બે ટંક આવશ્યક ક્રિયાને કરનાર,
(૧૯)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org