Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રી શત્રુજય ગિરિરાજ માહાસ્ય અનંત કાળમાં, અનંતા મોક્ષે ગયા ને ભવિકાળમાં અનંતા ક્ષે જશે, તે આ ગિરિને જ પ્રભાવ છે. (શ. મા. પૃ. ૩૬)
હિંસક પ્રાણીને પણ ઉદ્ધાર સિદ્ધાચલ પર મેર, સાપ, સિંહ વગેરે હિંસક જીવો શ્રીજિનેશ્વર ભગવાનના દર્શનવડે ઉચ્ચ ગતિને પામેલા છે, ક્રમે, ભૂતકાળમાં, મોક્ષે ગયા છે અને ભાવિકાળમાં મેક્ષે જશે. (શ. મા. પૃ. ૩૬)
ગિરિ સ્પનાને મહિમા શત્રુંજયને સ્પર્શ કરવા વડે બાલક અવસ્થામાં, યુવાનીમાં, વૃદ્ધાવસ્થામાં અને તિર્યચપણમાં કરેલાં પાપ નાશ પામે છે. દાન, શિયળ, ચારિત્ર, કાયિક-વાચિક-માનસિક પાપ, ધ્યાન તથા તપ વગેરે એક શત્રુંજયના સેવનમાં સમાઈ જાય છે. આ તીર્થ પર અલ્પ વાપરેલું ધન વિશેષ ફળ આપનાર છે. શત્રુંજયની યાત્રા, સેવા કે સંઘનું રક્ષણ, તથા યાત્રાળુઓને આદર સત્કાર; જે મનુષ્ય કરે છે તે પિતાના કુળ સહિત સ્વર્ગમાં સત્કાર પામે છે. તેવી રીતે તેનાથી વિપરીત, યાત્રાળુઓને બંધન, તેના દ્રવ્યનો નાશ કરના પાપને ઢગ ભેગા કરી, ઘર નરકની યાતનાને પામે છે. વળી સિદ્ધાચલ પર આચરેલું પાપ જન્મોજન્મ લગી વધે છે, તે વજેલેપ જેવું થાય છે. (શ. મા. પૃ. ૩૭)
પૂજનનું ફળ સ્વર્ગ, મૃત્યુલોક ને પાતાળમાં રહેલી પ્રતિમાનું પૂજન કરતાં જે ફળ થાય છે, તેના કરતાં શત્રુંજય પર રહેલી જિન પ્રતિમાનું પૂજન કરવાથી અનેકગણું ફળ મળે છે. (શ. મા. પૃ. ૩૭)
કલ્પવૃક્ષ બારણમાં હોય તેને સંતાપનો ભય નથી, તેમ શત્રુંજય-સિદ્ધાચલ સમીપ થતાં નરકનો ભય નથી. જ્યાં સુધી શત્રુંજય એવા અક્ષરે ગુરુમુખથી શ્રવણ કર્યા નથી ત્યાં સુધી જ હિંસાદિ પાપ રાજી રહે છે. પણ તે નામ શ્રવણ કરે તેને પાપોની સત્તા જેર કરતી નથી. (શ. મા. પૃ. ૩૮)
પુંડરીક ગિરિ યાત્રાનું ફળ પુંડરીક પર્વતની યાત્રાએ જવાની કામનાવાળા પુરુષોના કરે જન્મનાં પાપ, ડગલે ડગલે નાશ પામે છે. તેને સ્પર્શ કરનારને વ્યાધિ, ચિંતા, દુઃખ, વિયેગ, દુર્ગતિ કે શોક થતાં નથી. (શ. મા. પૃ. ૩૮) શ, ૩
(૧૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org