Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન હોય છે. અવસર્પિણીમાં ધીરે ધીરે પ્રમાણ ઘટે છે. ઉત્સર્પિણીમાં ધીરે ધીરે પ્રમાણ વધે છે. તેથી ગિરિરાજ પ્રાયે શાશ્વત કહેવાય છે. (શ. મા. પૃ. ૩૩)
એક્વિીસ પ્રધાન શિખરો શત્રુંજય, રેવત વગેરે એકવીસ પ્રધાન શિખરો આ ગિરિરાજનાં છે. તેમાં પણ શત્રુંજય અને સિદ્ધક્ષેત્ર બે મુખ્ય છે. આ શિખર પર ગતિ કરનાર ઉત્તમ લેમાં ગતિ કરે છે. આથી બધા કરતાં ગુણે કરીને સિદ્ધાચલ વિશાલ છે. આ ગિરિ ઉપર મનુષ્ય સિદ્ધિને પિતાના તાબે કરે છે. અર્થાત્ સિદ્ધ થાય છે, (શ. મા. પૃ. ૩૪)
ધર્મ ધર્મ એમ પિકાર કરતો ભટક નહિ, એક સિદ્ધાચલ ઉપર જા. તેના દર્શન કર, આથી તારો બેડો પાર થશે, ગિરિરાજ પર વૃષભદેવ પ્રભુનું પૂજન અર્ચન કર, તારે જન્મ સફળ થશે, તે સિવાય તારે જન્મ નિષ્ફળ છે, સિદ્ધાચલની એક યાત્રા કરવાથી પાપ રૂપ કચરો ધોવાઈ જાય છે, તે ભવ્યને નિર્મલ કરનાર હોવાથી તેને વિમલાદ્રિ પણ કહે છે. સારી ભાવનાવાળે મનુષ્ય પુંડરીક ગિરિના ધ્યાન વડે પરમ પદને પામે છે. પુંડરીક ગિરિનું શિખર જે આનંદ આપે છે તે બીજું નથી આપી શકતું. આથી પુંડરીક ગણધર અને પુંડરીક ગિરિ એટલે બે પુંડરીક તેથી અતાનંદ થાય, તેમાં શું આશ્ચર્ય ? (શ. મા. પૃ. ૩૫)
ઉપમેય અને ઉપમા જગતમાં પાંચ સકાર મુશ્કેલ છે-જેમ-સત્ માર્ગને પૈસે ૧, સારા કુળમાં જન્મ ૨, સિદ્ધક્ષેત્ર ૩, સમાધિ ૪, તથા ચાર પ્રકારનો સંઘ પ, તેમ પુંડરીક ગિરિ ૧, પાત્ર ૨, પ્રથમ પ્રભુ ૩, પરમેષ્ઠી ૪ તથા પર્યુષણ પર્વ પ, એ પાંચ પકાર દુર્લભ છે. એજ પ્રમાણે શત્રુંજય ૧, શિવપુર ૨, શત્રુંજય સરિતા ૩, શાંતિનાથ ૪ તથા શમયુક્તદાન ૫, એ પાંચ શિકાર દુર્લભ છે, તેમ આ ગિરિરાજ પણ દુર્લભ છે. (શ. મા. પૃ. ૩૬ )
ગિરિરાજ પર મેક્ષ આ સિદ્ધક્ષેત્ર પર અનંતા તીર્થંકર પધાર્યા છે તેથી મહાતીર્થ છે. શત્રુંજય તીર્થમાં અનેક તીર્થકરે સિદ્ધપદને પામ્યા છે. (આ અવસર્પિણીમાં) અસંખ્યાત મુનિએ સિદ્ધિ પદને પામ્યા છે તેથી પણ આ તીર્થ મહાન છે. (સિદ્ધગિરિના કાંકરે કાંકરે, બીજા સ્થળે કરતાં
૧. શત્રુંજ્ય કલ્પની શુભશીલગણિની વૃત્તિમાં આ ૨૧ શિખર ઉપર તે નામ સાથે તેના આરાધકની કથાઓ આપેલી છે (સે. ક. 9. પૃ. ૨ થી ૩૨).
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org