Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
પ્રકરણે શ્રમણ ભગવાન મહાવીર મહારાજ, શત્રુંજય ગિરિરાજ પર પધાર્યા અને ઈન્દ્ર મહારાજે જે પ્રશ્નો ભગવાનને કર્યા અને ભગવાને વિસ્તારથી ઉત્તરો આપ્યા તે સર્વ વિગતે આમ તે આ પુસ્તકમાં સમાવી શકાય નહિ છતાં, આ પુસ્તકમાં તેના સંદર્ભમાં ઉપયેગી, એવી સર્વ વિગતે કડીબદ્ધ ટૂંકમાં રજૂ કરું છું. અત્રે લીધેલા વિષયોને મુખ્ય આધાર શત્રુંજય માહાસ્ય શ્રીધનેશ્વરસૂરીશ્વરજીના ચેલાને લીધે છે. અવસરે અન્ય પુસ્તક આધાર પણ સામાન્યથી લીધો છે.
તેને જણાવનારા પ્રકરણે આ પ્રમાણે ૧-શ્રી શત્રુંજય ગિરિરાજ માહાભ્ય, ૨-સૂર્યકુંડ સૂરજકુંડને મહિમા, ૩-ગિરિ રાજના ૧૭ ઉદૂધારે, ૪-ગિરિરાજ ઉપર સિદ્ધિપદને પામેલા મુનિવર, પ-વર્તમાનમાં ગિરિરાજની યાત્રા, ૬-પાયગા=રસ્તાઓ, ૭-સંઘે કાઢનાર પુણ્યવાન, ૮-નજીકના પૂર્વકાળમાં કેટલા મંદિરો હતાં અને અત્યારે કેટલાં? ૯-યાત્રાના મુખ્ય તહેવારે, ૧૦-દોઢ ગાઉ, ત્રણ ગાઉ, છ ગાઉ, બાર ગાઉની પ્રદક્ષિણાઓ, ૧૧-૫૮ જુહારવાની પ્રથા, ૧૨-સાથે એકવીશ નામના ખમાસમણે, ૧૩-અર્થ સહિત એકસે આઠ ખમાસમણુ, ૧૪-દાદાની ટૂંકમાં ત્રણ પ્રદક્ષિણ. ૧૫-નવાણું યાત્રા, ૧૬-ચાતુસ્મસની સ્થિરતા અને ગિરિસ્પર્શના, ૧૭-કિલ્લેબંધી, ૧૮-યાત્રાળુને ભાથું. ૧૯ગિરિરાજને વહીવટ, ૨૦-ગિરિરાજ અંગે એક બાર (લગભગ) ફોટાઓ અને ૨૧-(એક બાર) ફેટાઓને પરિચય, એ રીતે શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન નામના આ પુસ્તકમાં લેવા વિચાર્યું છે.
શ્રીધનેશ્વરસૂરિજી મહારાજે, શ્રી શત્રુંજય ગિરિરાજના માહાત્મ્યની રચના કરતાં, સર્વ પ્રથમ પાંચ તીર્થકરોને નમસ્કાર કરી, શ્રી પુંડરીકવામિને નમસ્કાર કરી, શાસન દેવીનું ધ્યાન કરીને, ગ્રંથ રચવાને પ્રારંભ કર્યો છે. તેમાં જણાવ્યું છે કે પ્રથમ, શ્રીપુંડરીક સ્વામિએ સવાલાખ શ્લેક પ્રમાણમાહાસ્ય રચ્યું હતું, ગૌતમ સ્વામિએ પચીસ હજાર ક્લોક પ્રમાણુ રચ્યું હતું પણ હું વલભીના રાજા શીલાદિત્યની પ્રાર્થનાથી સંક્ષેપમાં શ્રી શત્રુંજય ગિરિરાજ માહાસ્ય રચું છું. એમ જણાવ્યું છે. (શ. મા. પૃ. ૨),
“મારી વાત–ઉપર જણાવેલ શત્રુંજય માહાસ્યના આધાર સાથે ગુરુવર્યની સેવાથી મેળવેલ અનુભવ અને મારા અનુભવથી મેળવેલ એમ ત્રિવેણીને રાખીને હું આ ગ્રંથ ગુર્જર ભાષામાં તૈયાર કરું છું.
(૧૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org