Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રીશત્રુજય ગિરિરાજ માહેશ્ય આપે છે. આ રીતે પૂર્ણ કલ્યાણ કરનાર છે. અત્રે દાનાદિ વગર પણ, ગિરિરાજના સ્પર્શથી અવિનાશી સુખ મળે છે. મુક્તિપી સ્ત્રી વરવા માટે વેદિકા૫ છે. આ આ શાશ્વતગિરિ કલ્યાણ કરનાર છે. (શ. મા. પૃ. ૧૩)
આગળ ચાલતાં જણાવે છે કે-ચંદ્રપુરમાં કંડ નામનો રાજા રાજ્ય કરતે હતે. તે પાપીઓ મળે અગ્રેસર હતો. મદિરામાં આસક્ત રહેતો હતે. દેવ, ગુરુ, માતા, પિતાદિ કોઈને પણ ગણતે ન હતું. રાત્રે પરસ્ત્રી, પારકા ધનને લેવાનો જ વિચાર કરનારે હતે. સવારે રાત્રે વિચારેલું બધું કરતો હતો. તે યમરાજાના પાશ જેવો હતો. તેને ક્ષય રોગ ઉત્પન્ન થયે. આથી તેની દયાથી તેની ગોત્ર દેવી અંબિકાએ તેને બોધ કરવા નીચેના અર્થવાળો એક લોક કલ્પવૃક્ષના પાન પર લખીને આકાશમાંથી નાંખ્યા :
ધર્મ વડે અિશ્વયં સંપાદન કર્યા છતાં જે મનુષ્ય ધર્મનો જ નાશ કરે છે, તે સ્વામિદ્રોહ કરનાર પાતકીનું ભવિષ્યમાં શી રીતે ભલું થાય.” ' આ શ્લોક વાંચી વિચારે છે કે-અજ્ઞાની માયામાં લપટાએલા પાપી એવા મારા પાપ કર્મથી જ મને ક્ષયરોગ લાગુ પડે છે. આથી તે કંડુરાજા મરવાને માટે રાત્રે એકાકી (એક) નીકળી પડ્યો. આગળ જતાં રસ્તામાં એક ગાય તેની સામે દેડી શીંગડા મારવા લાગી. કંડુરાજાએ તરવારથી તેના બે ટુકડા કરી નાંખ્યા. એટલે તેમાંથી હથિયાર વાળી એક સ્ત્રી ઉત્પન્ન થઈ. તેણે કહ્યું તું પશુ-ગાયને હથિયાર વગરનાનો નાશ કરે છે, તે આવીજા યુદ્ધ કરવા. રાજા કહે “હું ક્ષત્રિય છું.” બન્નેનું યુદ્ધ ચાલ્યું, હથિયારથી વિંધાએલ ને રુધિર ગળતો પિતાને દેહ જોયે, ત્યારે તે સ્ત્રીએ કહ્યું-કયાં ગયું તારું ઐશ્વર્ય? રાજા વિચારે કે બળવાન કહેવાતે એ હું સ્ત્રીથી પરાભવ પામ્યો! તે સ્ત્રીએ તિરસ્કાર્યો. આથી રાજાનું અંતર કાંઈક કુણું થતાં, તે બેલી-હું તારી ગોત્ર દેવી છું. બીજે ભટકે છે તે ગિરિરાજનાં દર્શન કર. તારો જ્યારે ધર્મ સાધવાનો સમય થશે ત્યારે તને કહીશ. - હવે રાજાને ક્રોધાગ્નિ શાંત થયો. ફરતે ફરતે કઈ પર્વતે આવ્યા. ત્યાં પૂર્વને શત્રુ યક્ષ આવ્યું. પૂર્વના વૈરથી તેને ઉપાડી આકાશમાં લઈ ગયે. ભમા, પછાડ વગેરે કદર્થના કરીને ગુફામાં મૂક્યો. પર્વતના જલથી અને મીઠા પવનથી ચેતના આવી. મને પાપનું ફળ મળ્યું, એમ વિચારી તીર્થ તરફ ચાલ્યો. દેવી પિતાના વચન પ્રમાણે આવીને કહેવા લાગી કે તને પ્રતિબોધ કરવા મેંજ તે શ્લોક નાખ્યા હતા. હવે તું શત્રુંજય ગિરિરાજ પર જા. તેણે ગિરિરાજનો મહિમા વર્ણવી બતાવ્યું. તેને શ્રવણ કરી ગિરિરાજ તરફ ચાલ્યો અને પ્રતિજ્ઞા કરી કે ગિરિરાજનાં દર્શન ન થાય ત્યાં સુધી
(૧૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org