________________
શ્રી ભીમશીભાઈ હાજાભાઈ નીસર
કુછ ખારોઈના વતની ભીમશી માઈને દાન, ધર્મ, સંસ્કારિતા તેમજ સેવા પરાયણતા જેવા ઉમદા ગુણા એમને ગળથુથીમાં જ મળ્યાં છે. તેઓ સ્વભાવે શાંત, વિનયી અને સરલ રહ્યા છે. તેઓ કુશળ વ્યાપારી-ઉત્તમ વહીવટકાર ઉપરાંત ઉદાર દાનવીર તેમજ એકનિષ્ટ સમાજ સેવક તરીકે સમગ્ર કરે છે ગુજરાત તેમજ મુંબઈમાં મશહુર છે.
તેઓ આપબળે ખત, ધીરજ, નિષ્ઠા તેમજ આગવી પ્રતિમાથી ઉત્તરોતર સમૃદ્ધિ અને વિકાશને માર્ગે આગળ વધ્યા. લગભગ દશ વર્ષ સુધી પ્રમાણિકતા અને પરિશ્રમ-શીલતાથી નોકરી કરતાં કરતાં સ્વતંત્ર વ્યાપાર ધંધામાં ઝંપલાવ્યું અને મુંબઈ આલમમાં પ્રેમ અને સાદરને પાત્ર બની રહ્યા છે.
નાની પરચુરણ દુકાનથી શરૂઆત કરી વર્ષ ૧૯૫૯માં એશિવાલ બુક ડે નામના એકસરસાઈઝ બુકનું ભા ગીદારીમાં કારખાનું ઉભુ કરી વર્ષ ૧૯૭૫ માં મિલન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પોલીથીન બેગનું એક આગવું અને સુંદર કારખાનું ઉભું કરી અને “ આશીર્વાદ ” નામને ડીપાર્ટમેન્ટલ સ્ટોર્સ ગેરે. ગાંવમાં શરૂ કર્યો. એમણે મુંબઇની વ્યાપાર ઉદ્યોગની આલમમાં એક માન ભર્યું સ્થાન પ્રાપ્ત કરી લીધુ છે. તેમના મિત્રવર્ગ ઘણો જ વિશાળ છે.
- આ ઉપરાંત હાલ તેઓ શ્રી ખારોઈ મિત્ર મંડળ મેનેજીગ કમિટી, શ્રી રવજી લાલજી છોડવા જૈન બેડીંગ કરછ વાગડ વેલફેર સોસાયટી, સહકારી વિદ્યામંદિર તેમજ તારદેવ જૈન મિત્ર મંડળ જેવી અનેક વિધ શૌક્ષણીક, સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓ સાથે સક્રીય રીતે સંકળાયેલા છે. આ બધી સંસ્થાઓને સતત પ્રેરણા અને માર્ગદર્શન આપતા રહ્યા છે.