________________
શ્રી પ્રભુદાસ ઠાકરશી ગોસલીયા (બાડી પીપરડીવાળા)
હાલ કાન્દીવલી રહેતા શ્રી પ્રભુદાસ ભાઈ ધર્મપ્રેમી સજજન છે. જેમણે મા ખમણ જેવી ઉગ્ર તપશ્ચર્યા કરેલ છે. શુભકમના ઉદયથી મળેલી લક્ષ્મીને ઉદાર હાથે સહજ સરળતાથી સદવ્યય કરે છે. પૂ. સાધુ સા વીજીઓના પરમ ભકત છે, દૂર દૂર દર્શનાર્થે જવા માટે હરહંમેશ તૈયાર હોય છે. પ્રમાણમાં મોટી ઉંમર હોવા છતા ધર્મ કાર્યમાં યુવાન જે તરવરાટ તેમનામાં છે.