________________
સ્વ. પૂ. પિતાશ્રી મોહનલાલ પોપટલાલ દતરી
* ફુલ તો ખરી ગયું, પણ ફેરમ તેની રહી ગઈ ? તેમ આપ તે ચાલ્યા ગયા; પણ આપના સદ્ગણ ખુબ સાંભરે છે. આપે અનેક કષ્ટ સહન કરીને અમને પ્રગતિના પંથે મુકી દીધા, પણ એ પ્રગતિ જેવા આપ ન રહ્યા. તેનું અમને ખૂબ દુઃખ છે. પૈસા કરતા સંસ્કાર તથા શિક્ષણને આપે વધુ મહત્વ આપ્યું . * મારું ગમે તે થાય પણ સંતાનને ભણાવીશ.'' એ આપના જીવન-મૂત્ર હજીએ કાનમાં ગુજે છે. નાની આવકમાં પણ આપે એ કાર્ય પર કર્યું', આપે ભણતર આપ્યું અને આપની હૈયાતીબાદ અમારા પૂ. માતુશ્રીએ અમને ગણતર આપ્યું , આપ બનેના અમે ખુબ ખુબ ઋણી છીએ. આપશ્રી બંનેને અમારા કેટી કેટી વંદન છે. આપે અમારા જીવનમાં ધર્મનું બીજ વાવી, સંસ્કાર રૂપી જળનું સીંચન કર્યું છે. આપના જીવનમાં સરળ સ્વભાવ, નિખાલસતા, સંતોષ, નિઃસ્વાર્થ પાયુ અને પ્રમાણીકતા એ સદ્ગણે તુરત દેખાઈ આવે તેવા હતા.
વંદનીય બા. વ્ર, પૂ. શારદાબાઈ મહાસતીજીએ ધમની કેડી ઉપર પગ મંડાવ્યા છે. તે માટે તેમના પણ અમે ઋણી છીએ. તેઓ શ્રીને પણ અમારા કોટી કોટી વંદન હો,
લી. પ્રીતમલાલ મો, દફતરી કુસુમબેન પ્રી. દફતરી
| Oા કુટુ બીજના