________________
પિતૃ દેવો ભવઃ
માતૃ દેવો ભવઃ
પૂ. પિતાશ્રી શાહ તલકચંદ સાંકળચંદ પૂ. માતુશ્રી અ, સૌ.
મણીબહેન તલકચંદ શાહ આપે કુટુંબના સુકાની બની અમારા જીવનબાગના માળી બનીને અમારા જીવનબાગમાં સંસ્કાર સદાચાર અને સંયમના સુત્રને ખીલવીને અમારા જીવનબાગને સદગુણ રૂપી સુવાસથી મધમધતા બનાવ્યા છે. અને અમને નિષ્કામ અને નિઃસ્વાર્થ ભાવે ધર્મકાર્ય સત્કાર્ય કરવાની પ્રેરણા આપી રહ્યા છે. તે બદલ પૂ. પિતાશ્રી તથા માતુશ્રી, આ ૫ બનેના અને અત્યંત ઋણી છીએ.
આજે અમે સેવાના ક્ષેત્રે સામાજીક ક્ષેત્રે કે માનવતાના ક્ષેત્રે જે કાંઈ યત કિંચિત સેવા કરી રહ્યા છીએ તે પણ આપની પ્રેરણા તથા સંસ્કારનુજ બળ છે.
પૂ. સંત સતીજીના દર્શન કરી તેમના વ્યાખ્યાન વાણીને લાભ લઈ રહ્યા છે અને મળેલી લક્ષ્મીને સમાગે સદવ્યય આપ કરી રહ્યા છે, અને પશુ તેજ માર્ગે દોરી રહ્યા છે, અને આજે અમારી થોડી ઘણી પણ પ્રગતિ દરેક ક્ષેત્રે થઈ છે તે આપના સંસ્કાર ને જ આભારી છે.
લી. આપના પુત્ર પરિવાર અને કુટુંબ
નટવરલાલ તલકચંદ શાહ