________________
૨૪
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ तेहनइं ज्ञानादिकगुणनइं पंचभूतनो संयोगज गुण कहो तो इन्द्रियग्राह्य किम न मानो ? भूतगुण जे कांठिन्य-शीतत्वादिक ते इन्द्रियग्राह्य छई, चेतना इन्द्रियग्राह्य नथी, ते माटई ते आत्मानो गुण जाणवो
III
| ભાવાર્થ - આસ્તિકવાદી એવો જૈન નાસ્તિકવાદી એવા ચાર્વાકને કહે છે કે જ્ઞાન-દર્શન-સુખ અને વીર્ય ઈત્યાદિક ગુણો પ્રત્યેક વ્યક્તિને અનુભવસિદ્ધ છે અર્થાત્ પ્રત્યક્ષ પ્રમાણથી માન્ય છે તેથી તે ગુણોનો દરેક જીવોને સાક્ષાત્ અનુભવ થાય છે. હવે જો આવા પ્રકારના ગુણો હોય તો તેવા ગુણોના આધારભૂત ગુણી અવશ્ય હોવો જ જોઈએ. આમ અનુમાન પ્રમાણથી આત્મા સિદ્ધ થાય છે. ૧૦ll
બાલાવબોધ - માત્મદ્રવ્ય, તિ, જ્ઞાનાવિUIનામધારત્વનું, परमात्मवत् ।
વિવેચન :- અહીં કદાચ નાસ્તિકવાદી પોતાના પક્ષનો બચાવ કરતાં એમ કહે કે “અમે ચાર્વાકદર્શનકારો પ્રત્યક્ષને જ પ્રમાણ માનીએ છીએ, અનુમાનને પ્રમાણ માનતા નથી.” તેથી તમે જેનો આત્માની સિદ્ધિ અનુમાન પ્રમાણથી જે કરો છો, તે અમને માન્ય નથી. તેની સામે આસ્તિકવાદી જેન કહે છે કે –
જો તમે અનુમાનને પ્રમાણ માનતા નથી તો સામેના વાદીના મનમાં વર્તતા “સંદેહને તમે કેવી રીતે જાણ્યો? મનમાં વર્તતું સંદેહાત્મક જ્ઞાન કે નિર્ણયાત્મક જ્ઞાન એ અનુમાન વિના જાણી શકાય તેમ નથી. સંદેહવાળી વ્યક્તિના હાવભાવ-પ્રવૃત્તિ-આકૃતિ પ્રશ્ન માટેનું શબ્દોચ્ચારણ વિગેરે જોઈને જાણીને તેના દ્વારા કલ્પના કરીને જ જાણી શકાય છે. પરંતુ તે સંદેહાત્મક જ્ઞાન કંઈ ઈન્દ્રિય પ્રત્યક્ષ નથી. પણ અનુમાનગ્રાહ્ય જ છે. તેથી અનુમાન પ્રમાણ તમારે પણ સ્વીકારવું જ પડે છે.