________________
૧૭૮
- સમ્યક્ત ષસ્થાન ચઉપઈ આમ સાંખ્યદર્શનમાં આ ત્રણેના અર્થો જુદા-જુદા જણાવવામાં આવ્યા છે અને તેમના શાસ્ત્રોમાં કહ્યું છે કે જેમ દર્પણ ઉપર મલિનતા હોય તો તેમાં પ્રતિબિંબિત થતા મુખમાં પણ મલિનતા ભાસે છે. તેમ પાંચે ઈન્દ્રિયોના ભોગો છે બુદ્ધિમાં, તો પણ બુદ્ધિમાં પ્રતિબિંબિત થતા પુરુષમાં આ ભોગો ભાસે છે. બધા જ ભોગો છે બુદ્ધિમાં, તો પણ બુદ્ધિમાં પ્રતિબિંબિત થતા પુરુષમાં તે ભોગો છે. આમ ભાસે છે દેખાય છે. આમ સાંખ્યદર્શનકારો કહે છે.
સાંખ્યદર્શનકારોની આ બધી કલ્પના એ કલ્પનામાત્ર જ છે. અર્થાત્ જુઠી વાત છે. સાચી વાત નથી. કારણ કે વાસ્તવિકપણે બુદ્ધિજ્ઞાન અને ઉપલબ્ધિ આ ત્રણે અભિનતત્ત્વ છે એક જ તત્ત્વ છે એક તત્વના જ પર્યાયવાચી ત્રણ નામો છે.
આ કારણથી જ ગૌતમસૂત્રમાં આ ત્રણે શબ્દો એક જ અર્થના વાચક કહ્યા છે. જુદા જુદા અર્થો કહ્યા જ નથી. ગૌતમસૂત્રમાં કહ્યું છે કે
બુદ્ધિ, ઉપલબ્ધિ અને જ્ઞાન આ ત્રણે શબ્દો જુદા જુદા અર્થના વાચક શબ્દો નથી. પરંતુ ત્રણે શબ્દો એક જ અર્થના વાચક શબ્દો છે. હવે જો એક જ અર્થના વાચક જ શબ્દો છે તો પછી તેને આવી ભિન્ન ભિન્ન અર્થની કલ્પના કરવાની શી જરૂર છે? આવી ખોટી તકલીફ શા માટે લેવી જોઈએ અને સાચો અર્થ શા માટે ન સ્વીકારવો?
સારાંશ કે બુદ્ધિ, જ્ઞાન અને ઉપલબ્ધિ આ ત્રણ તત્ત્વો જુદાં નથી એક જ વસ્તુના વાચક પર્યાયવાચી શબ્દો માત્ર છે. સાંખ્યો તે ત્રણેને જુદાં જુદાં કહ્યું છે પણ તે સાચું નથી. આ ત્રણે શબ્દો છેવટે તો મતિજ્ઞાનના જ પર્યાયવાચક શબ્દો છે એટલે કે મતિજ્ઞાનના જ વાચક શબ્દો છે. II૭પ