________________
સમ્યક્ત્વનાં પાંચમા સ્થાનનું વર્ણન
૨૪૫
છતાં સૌથી પ્રથમ અતીત કોણ ? તે જેમ કહી શકાતું નથી. તેની જેમ એકે એક જીવનો સંસાર ટળ્યો ત્યારે જ તે જીવ સિદ્ધ થયો. આમ એક એક જીવ આશ્રયી મુક્તિ સાદિ હોવા છતાં “સૌથી પ્રથમ સિદ્ધ કોણ?’’ તે પ્રવાહથી અનાદિ છે.
જેટલો કાળ ગયો તે સઘળો પણ કાળ વર્તમાન રૂપે થઈને જ અતીતરૂપે બનેલો છે. છતાં અતીતકાળ અનંતો છે માટે સૌથી પ્રથમ અતીત સમય કયો ? કયા દિવસથી આ કાળ ચાલુ થયો. આ વાત કહેવી શક્ય નથી એ જ રીતિએ સર્વે પણ સંસારી જીવો પોતપોતાનાં કર્મો ખપાવીને ક્રમશઃ જ મોક્ષે જાય છે. ત્યારબાદ જ સિદ્ધ અવસ્થા આવે છે એટલે તે તે જીવની સિદ્ધાવસ્થા આદિવાળી છે. પરંતુ પ્રવાહથી અનાદિ છે. વિંશતિવિંશિકા નામના ગ્રન્થમાં કહ્યું છે કે -
શ્નો = આ ભાવ (સિદ્ધત્વ અવસ્થા) અનાદિ છે અને શુદ્ધ છે. તેથી તે અવસ્થા અનાદિશુદ્ધ છે. આ વાત પ્રવાહની અપેક્ષાએ યુક્ત (સંપૂર્ણ સત્ય છે) અન્યથા સાચી નથી. (વ્યક્તિને આશ્રયી આ શુદ્ધતા અનાદિ નથી. પરંતુ આદિવાળી છે. માટે વ્યક્તિને આશ્રયી અનાદિ કહેવી તે વાત સત્ય નથી.)
ભૂતકાળમાં એવો કોઈ કાળ હતો જ નહીં કે કોઈ પણ જીવ સિદ્ધ થયો ન હોય અને કોઈ એક જીવે સિદ્ધ થવાનો પ્રારંભ કર્યો હોય. માટે આવો પ્રશ્ન જ ખોટો છે. ક્રમશઃ સિદ્ધભગવંતો સંસારમાંથી થયા જ કરે છે અને આ પરંપરા અનાદિની છે અને અનંતકાળ ચાલશે. કોઈ એક સિદ્ધભગવંતને આશ્રયી સિદ્ધદશાની આદિ છે, પણ અંત નથી. જ્યારે પ્રવાહની અપેક્ષાએ તો આદિ પણ નથી અને અંત પણ નથી.
જગતનું સ્વરૂપ જ આવું હોવાથી સિદ્ધોનો પ્રવાહ પ્રથમ ચાલુ થયો કે સંસારીઓનો પ્રવાહ પ્રથમ ચાલુ થયો આ પ્રશ્ન જ ખોટો છે. આ બન્ને પ્રવાહો શાશ્વત છે, અનાદિ છે, અને અનંત છે.