________________
૩૦૨
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ લયલીનતા હોવાથી સમભાવદશા સ્વરૂપ સમતાભાવમાં વર્તતા તે મુનિ મહાત્માઓને ઉપસર્ગ-પરિષહોનાં દુઃખો તો હોઈ શકે છે. પરંતુ મોહનો વિજય કરેલ હોવાથી તે દુઃખો દુઃખો રૂપે લાગતાં નથી. અર્થાત્ તેનાથી રતિ-અરતિ ઉદ્વેગ ઈત્યાદિ વિકારો આ જીવને થતા નથી. દુઃખનું સંવેદન હોય છે પણ અતિ આદિ વિકારો થતા નથી.આવા પ્રકારની આ જીવની ઉચ્ચતર સ્થિતિ બની જાય છે. ।।૧૧૧
અવતરણ :
कोइ घणइ कालिं मोक्षई जाइ छइ, कोइ थोडइ कालिं, ते किम ? ते उपर कहइ छइ
કોઈક શિષ્ય પ્રશ્ન કરે છે કે કોઈક મહાત્મા ઘણા મોડા મોડા મોક્ષે જાય છે અને કોઈક મહાત્મા થોડા જ કાળમાં મોક્ષે જાય છે. જેમકે ગૌતમસ્વામી પ્રભુ મહાવીરસ્વામી મોક્ષે પધાર્યા પછી મોક્ષે ગયા અને અઈમુત્તા મુનિ પાણીમાં કાગળની હોડી તેરવતાં તેરવતાં થયેલી અકાયની વિરાધનાનો પશ્ચાતાપ કરતાં કરતાં નાની બાલ્યવયમાં જ કેવલજ્ઞાની બન્યા અને મોક્ષે ગયા. તેના ઉપરથી આ વાત નક્કી થાય છે કે જે કાલે જે નિયમા બનવાનું છે. તે કાલે જ તે થાય છે. આમ નિયતિવાદ જ ઉપકારી છે. અમને તો આવા પ્રકારનો નિયતિવાદ જ સમજાય છે. માટે ગમે તેટલો ધર્મ કરો તો પણ મોક્ષ વેલાસર થવાનો નથી. જ્યારે થવાનો નિયંત હશે ત્યારે જ થશે. મોક્ષના કોઈ ઉપાયો નથી. અને કોઈ ઉપાય અપનાવવાની જરૂર પણ નથી. આવો કોઈ શિષ્ય પ્રશ્ન કરે છે. તેને સમજાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે -
બહું ઇંધણ બહુ કાલિં બલે, થોડઇ કાલઇ થોડું બલે 1 અગ્નિતણો જિમ શક્તિ અભંગ,
તિમ જાણો શિવકારણ સંગ ||૧૧૨||