Book Title: Samyaktva Shatsthan Chauppai
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 350
________________ છ સ્થાનોનો ઉપસંહાર ૩૩૩ સ્યાદ્વાદમય અંકુશથી રહિત હોય છે તે માટે અંકુશ વિનાના હાથીની જેમ ચાલે છે. તેથી આ નયો પોતપોતાના મતના આગ્રહી બને છે જેમ હાથી અંકુશ વિના અનેક જાતના ચાળા કરે છે તેવી જ રીતે આ નયવાળી દૃષ્ટિ પરસ્પર ભિન્ન ભિન્ન રીતે વસ્તુના સ્વરૂપની સ્થાપના કરે છે અને આ દૃષ્ટિ પોતાની માન્યતાની આગ્રહી બનવાથી પરસ્પર લડવાની મનોવૃત્તિવાળી બને છે અને તેના જ કારણે ભિન્ન ભિન્ન દર્શનવાદ ઉભો થાય છે અને ભિન્ન ભિન્ન દર્શનવાદનો આગ્રહ પ્રગટે છે. જેમ અંકુશ વિનાનો હાથી હાટ-ઘરને ભાંગી નાખે છે અને સ્વતંત્ર થયો છતો મનની મરજી મુજબ જંગલમાં ભટકે છે તેમ આ નયવાળી દૃષ્ટિ પણ સ્યાદ્વાદરૂપી અંકુશ વિના યથાર્થમાર્ગરૂપી વૃક્ષને ભાંગી નાખે છે અને સર્વજ્ઞના વચનથી વિખુટો પડ્યો છતો સંસારરૂપ વનમાં અનંતભવભ્રમણ કાળ સુધી ભટકે છે. જ્યારે તે જ હાથી અંકુશથી વશ થયો છતો રાજદરબારમાં શોભા પામે છે અને વિવેકવાળો બનીને પટ્ટહસ્તી રૂપે ગાજે છે તેમ નયવાદ પણ સ્યાદ્વાદ રૂપી અંકુશથી તેને આધીન થયો છતા જૈનશાસનરૂપી રાજદરબારમાં છાજે છે-શોભે છે, અર્થાત્ પ્રતિષ્ઠા પામે છે. સારાંશ કે કોઈ વ્યક્તિમાં જુદા જુદા નયો ફળાવવાની શક્તિ પ્રગટી હોય અને તેમાં ભગવાનના વચનરૂપી અંકુશથી નિયંત્રિત થઈ છતી ચાલતી હોય તો ભગવાનના શાસનની શોભામાં વધારો કરે છે અને સર્વે પણ નયોને યથાસ્થાને જોડીને સન્માર્ગની વૃદ્ધિ કરે છે. હારમાં પરોવાયેલા મણિઓની જેમ આ સર્વે પણ નયો પોતપોતાની દૃષ્ટિથી ગાજી રહ્યા છે, શોભી રહ્યા છે. ભિન્ન ભિન્ન નયો એ હાથી છે. સ્યાદ્વાદવાળી દષ્ટિ એ અંકુશ છે અંકુશ વિનાનો હાથી ઘર-હારનો નાશ કરે છે તેમ એકાન્ત વાદવાળા નયો વસ્તુના યથાર્થસ્વરૂપનો ઉચ્છેદક કહેવાય છે. અંકુશથી વશ થયેલો વ્યા છે.

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388