Book Title: Samyaktva Shatsthan Chauppai
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 382
________________ છ સ્થાનોનો ઉપસંહાર ૩૬૫ વિવેચન - હવે આ પ્રકરણની સમાપ્તિ કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે “આ ષસ્થાનકનો ગ્રંથ મેં જૈનશાસનરૂપી રત્નાકરમાંથી (સમુદ્રમાંથી) ઉદ્ધર્યો છે. આ ઉદ્ધાર કરાયેલો ગ્રંથ યથાર્થ છે. જૈનશાસનમાં જસ્થાનના ભાવોનું જે રીતે વર્ણન કરેલું છે. તે જ રીતે મેં તેનો ઉદ્ધાર કર્યો છે. એટલે કે તે જ પ્રમાણે શાસ્ત્રને અનુસરનારી મેં રચના કરી છે. જૈનશાસન તો સમુદ્રતુલ્ય છે અર્થાત્ અનેક રત્નોના ભંડારભૂત બહોળાપાણીવાળું છે. તે સમુદ્રમાં અમારો બનાવેલો આ ગ્રંથ તો એક લઘુ (નાની) પર્દિકા (કોડી) સમાન છે. રત્નાકરમાં તો ઘણાં રત્નો ભરેલાં છે. સારાંશ કે જૈનશાસન એ સમુદ્ર સમાન છે અને ઘણાં ઘણાં રત્નોથી આ સમુદ્ર ભરેલો છે. અમારો બનાવેલો આ ગ્રંથ તો તેમાં એક કોડી સમાન અતિશય નાનો પદાર્થ છે. જેમ રત્નાકર=સમુદ્ર અનેક રત્નોથી ભરેલો હોય છે. તેમ જૈનશાસન તો અનેક મહાગ્રંથોરૂપી મહાન કિંમતી રત્નોથી ભરેલું છે અનેક મહાત્મા પુરુષોએ બનાવેલા તત્ત્વાર્થાધિગમસૂત્ર વિશેષાવશ્યકભાષ્ય વગેરે અનેક ગ્રંથોરૂપી રત્નોથી ભરેલું આ જૈન શાસન સમુદ્રતુલ્ય છે. આ સમુદ્રમાં તો ઉમાસ્વાતિજી-હરિભદ્રસૂરિજી અને હેમચંદ્રાચાર્યજી જેવા અનેક મહાત્મા પુરુષોએ અનેક મહાશાસ્ત્રો બનાવ્યાં છે તે રૂપી રત્નોથી ભરેલું આ શાસન છે. તેમાં અમારો બનાવેલો આ નાનો અને ગુજરાતી ભાષામાં બનાવેલો ગ્રંથ તો એક નાની કોડી સમાન છે. રત્નાકરમાં તો આવાં ઘણાં જ રત્નો ભરેલાં છે. તેમાં અમારો નાનો આ ગ્રંથ એક કોડીતુલ્ય છે. અતિશય નાનો ગ્રંથ છે. તેથી કદાચ આ ગ્રંથ તમને આવડી જાય તો પણ તેનું જરા પણ અભિમાન ન કરશો. પણ મનમાં સમજજો કે આ ગ્રંથથી મને જે બોધ થયો છે તે એક કોડીસમાન છે. સમુદ્રની સામે નાની એક કોડીતુલ્ય છે. (આ પ્રમાણે અભિમાનને ઓગાળી નાખવું).

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388