Book Title: Samyaktva Shatsthan Chauppai
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 385
________________ ૩૬૮ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ શ્રી તારાચંદભાઈની કરાયેલી વિનંતિથી શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજીએ આ ગ્રંથની રચના કરી છે. ગ્રંથરચનાના વિષયમાં વ્યાસંગભાવના (આળસ-આસક્તિ વગેરે પ્રમાદભાવનો) પરિહાર (ત્યાગ) કરીને પરમાર્થને પકડવામાં ગ્રંથના ભાવાર્થને જ ખુલ્લા કરવામાં અન્યમનસ્કતાનો (અન્ય સ્થાને મન રાખીને કામ કરવું તેનો) ત્યાગ કરીને આનંદમાં જ વર્તનારા એવા શ્રી યશોવિજયજી વાચકની બધા જ નયોને સામે રાખીને તે તે નયોની સંકલના કરવાપૂર્વક કરાયેલી છ સ્થાનોની વ્યાખ્યાવાળી લોકભાષાવાળી આ કૃતિ (આ રચના) ચતુર્વિધ શ્રીસંઘના આનંદ માટે હોજો. આ શ્લોક દ્વારા આ ગ્રંથ કોણે બનાવ્યો ? ક્યાં બનાવ્યો ? બનાવનાર કોના શિષ્ય હતા ઈત્યાદિ વિગત રજુ કરવામાં આવી છે. હેમશ્રેષ્ઠી (હેમચંદશેઠ)ના સુપુત્ર તાચંદશેઠની અતિશય વિનયભરેલી પ્રાર્થનાથી ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ આ ગ્રંથ વિક્રમ સંવત ૧૭૪૧ ની સાલમાં બનાવ્યો છે. જે આસો સુદ ૧૦ ના દશેરાના દિવસે સમાપ્તિને પામ્યો છે. આ શ્રેષ્ઠિની વિનંતિથી ગ્રંથકર્તા પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજમાં ગ્રંથ રચવાનો ઉત્સાહ વધ્યો હતો. તથા વળી આ ગ્રંથ લોકભાષામાં ગુજરાતી ભાષામાં કાવ્યરૂપે બનાવાયો છે. આ ગ્રંથની રચના સમ્યક્ત્વનાં છ સ્થાનને સમજાવવા રૂપે છે. આ રચના નયોના સમજાવવા સાથે સંકળાયેલી છે. તેનો અર્થ એ છે કે માત્ર છ સ્થાનો જ સમજાવવામાં આવ્યાં છે. આટલું જ નહીં પરંતુ તે તે નયના એકાન્તવાદના આગ્રહથી ચાલનારાં તે તે દર્શનોની યુક્તિઓ બતાવીને તે તે યુક્તિઓમાં જે જે ખામીઓ હતી. (એકાન્તવાતના કારણે જે જે દોષો આવતા હતા) તે તે ખામીઓ

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388