________________
૩૬૮
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ શ્રી તારાચંદભાઈની કરાયેલી વિનંતિથી શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજીએ આ ગ્રંથની રચના કરી છે.
ગ્રંથરચનાના વિષયમાં વ્યાસંગભાવના (આળસ-આસક્તિ વગેરે પ્રમાદભાવનો) પરિહાર (ત્યાગ) કરીને પરમાર્થને પકડવામાં ગ્રંથના ભાવાર્થને જ ખુલ્લા કરવામાં અન્યમનસ્કતાનો (અન્ય સ્થાને મન રાખીને કામ કરવું તેનો) ત્યાગ કરીને આનંદમાં જ વર્તનારા એવા શ્રી યશોવિજયજી વાચકની બધા જ નયોને સામે રાખીને તે તે નયોની સંકલના કરવાપૂર્વક કરાયેલી છ સ્થાનોની વ્યાખ્યાવાળી લોકભાષાવાળી આ કૃતિ (આ રચના) ચતુર્વિધ શ્રીસંઘના આનંદ માટે હોજો.
આ શ્લોક દ્વારા આ ગ્રંથ કોણે બનાવ્યો ? ક્યાં બનાવ્યો ? બનાવનાર કોના શિષ્ય હતા ઈત્યાદિ વિગત રજુ કરવામાં આવી છે.
હેમશ્રેષ્ઠી (હેમચંદશેઠ)ના સુપુત્ર તાચંદશેઠની અતિશય વિનયભરેલી પ્રાર્થનાથી ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ આ ગ્રંથ વિક્રમ સંવત ૧૭૪૧ ની સાલમાં બનાવ્યો છે. જે આસો સુદ ૧૦ ના દશેરાના દિવસે સમાપ્તિને પામ્યો છે.
આ શ્રેષ્ઠિની વિનંતિથી ગ્રંથકર્તા પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજમાં ગ્રંથ રચવાનો ઉત્સાહ વધ્યો હતો. તથા વળી આ ગ્રંથ લોકભાષામાં ગુજરાતી ભાષામાં કાવ્યરૂપે બનાવાયો છે. આ ગ્રંથની રચના સમ્યક્ત્વનાં છ સ્થાનને સમજાવવા રૂપે છે. આ રચના નયોના સમજાવવા સાથે સંકળાયેલી છે.
તેનો અર્થ એ છે કે માત્ર છ સ્થાનો જ સમજાવવામાં આવ્યાં છે. આટલું જ નહીં પરંતુ તે તે નયના એકાન્તવાદના આગ્રહથી ચાલનારાં તે તે દર્શનોની યુક્તિઓ બતાવીને તે તે યુક્તિઓમાં જે જે ખામીઓ હતી. (એકાન્તવાતના કારણે જે જે દોષો આવતા હતા) તે તે ખામીઓ